WhatsApp લાવી રહ્યું છે જોરદાર 3 નવા ફિચર્સ, એક વખત જોયા પછી આપમેળે ડિલીટ થઈ જશે Photos અને Videos

14-Jul-2021

વોટ્સએપ નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. જેનું ટેસ્ટિંગ શરૂ થઈ ચૂક્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે કેટલાક ફિચર્સ જલદીથી લોન્ચ કરવામાં આવશે. જેમાં ફોટો ક્વિલિટી, લિંક પ્રિવ્યું, મલ્ટી ડિવાઈસ સપોર્ટ અને ન્યૂ વન્સ જેવા ફિચર્સ સામેલ છે. આ ફિચર્સ જલદીથી એન્ડ્રોઈડ અને આઈઓએસમાં સામેલ કરવામાં આવશે. જેનું ટેસ્ટિંગ છેલ્લા ચરણમાં છે. તેના પછી આ ફિચર્સ આપણા ફોનમાં ઉપલબ્ધ થઈ શકશે. તો આવો જાણીએ આ નવા ફિચર્સ વિશે.

ઈન એપ નોટિફિકેશનને વધારે સારૂં બનાવવા માટે તેના પર કામ કરવામા આવી રહ્યું મળતી માહિતી મુજબ આઈઓએસ 2.21.140.9 માટે વોટ્સએપ બીટા યૂઝર્સને નોટિફિકેશન બેનર, વીડિયો, ફોટો, gif અને સ્ટિકર્સને વધારે સારા બનાવે છે. ચેટ પ્રિવ્યું જોવા માટે ઈન એપ નોટિફિકેશનનો વિસ્તાર કરવામાં આવશે.

 

ન્યૂ વન્સ ફીચર

બીટા એપ માટે વોટ્સએપે આ ફીચરને રોલ આઉટ કરવાનુ શરૂ કરી દીધું છે. આ ફિચરમાં ખાસ વાત એ છે કે ફોટો અને વીડિયોને સામે વાળા માત્ર એક જ વખત જોઈ શકશે. તેના પછી ફાઈલ આપમેળે ડિલીટ થઈ જશે. જો કે ફોટો અને વીડિયોના સ્ક્રિનશોટ લઈ શકાય છે. કંપનીઓ તેને બંધ નથી કર્યું.

 

વોઈસ વેવફાર્મ ફિચર

વોઈસ વેવફાર્મ ફીચર ઉપર વોટ્સએપ હાલ કામ કરી રહ્યું છે. જલદીથી તેનું ટેસ્ટિંગ પણ બીજા વર્ઝન ઉપર કરવામાં આવશે. વોઈસ મેસેજ સાંભળવા માટે પ્રોગ્રેસ બારના બદલે વોઈસ વેવફાર્મ બતાવશે. આ ફિચર માત્ર આઈઓએસ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ફિચર પર કામ છેલ્લા ચરણમાં ચાલી રહ્યું છે અને થોડા દિવસમાં જ બીટા ટેસ્ટર્સ માટે તેને રોલ આઉટ કરવામાં આવશે.

Author : Gujaratenews