રાજ્યમાં 12 થી 16 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં પડશે સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી હવામાને આગાહી કરી

13-Aug-2021

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં વરસાદને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરતા આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદની ઝાંપટા પડવાની શક્યતાઓ સેવી છે. એટલું નહીં રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ ધમાકેદાર વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરી છે.

ગુજરાતમાં 17 ઓગસ્ટથી ફરી સક્રિય થશે ચોમાસું

હવામાન વિભાગે આગાહી કરતા વધુમાં કહ્યું કે રાજ્યમાં 12 થી 16 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં પડશે સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી હવામાને આગાહી કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં વરસાદને લાંબો વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે ફરી વરસાદી સસ્ટિમ સક્રિય થાય તેવી આગાહી કરી છે. 

Author : Gujaratenews