વેસ્ટર્ન રેલવે : 21મી સુધી રોજની 6થી 12 ટ્રેન રદ કરાઈ

16-May-2021

અરબ સાગરમાં ઊઠેલી ચક્રવાતની ગતિવિધિને પગલે રેલ વ્યવહારને માઠી અસર પડી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા 15મીથી 21 તારીખ સુધી વિવિધ ટ્રેન રદ કરવામાં આવી છે. 15મીએ 4 ટ્રેન, જ્યારે 16મીથી રોજની 12 જેટલી ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો છે. સૌથી વધુ ટ્રેન 15 જેટલી ટ્રેન 18 તારીખે રદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.

 

બીજી બાજુ અરબ સાગરમાં ઊઠેલા ચક્રવાતને પગલે ખાસ કરીને ભૂજ, ભાવનગર, ગાંધીધામ, સુરેન્દ્રનગર, રાજકોટ, વેરાવળ, જામનગર, ઓખા, ગાંધીધામ તરફની ટ્રેન રદ કરવામાં આવી છે અથવા તો કેટલીક ટ્રેન અમદાવાદ સુધી ટૂંકાવવામાં આવી છે. ગુજરાતના દરિયા કિનારે આવેલાં શહેરોની ટ્રેન અન્ય રાજ્યમાં કે લોંગ ઉપર જતી હોય તેમને પણ રદ કરવામાં આવી છે.

Author : Gujaratenews