વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારના પરિપત્ર મુજબ જુલાઈ મહિનામાં ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એકેડમિક કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના 28 જૂન 2021 ના પરિપત્ર માં જણાવ્યા પ્રમાણે ઓફલાઈન પરીક્ષાના આયોજન અંગે વિચારણા કરવામાં આવી હતી.
ઓફલાઈન એક્ઝામ
બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, સેમેસ્ટર 6 ની રેગ્યુલર અને એમએ, એમકોમ, એમએસસી, સેમેસ્ટર 4ની રેગ્યુલર પરીક્ષાઓ તારીખ 19 જુલાઈએ ઓફલાઇન પરીક્ષા (વર્ણનાત્મક) લેવામાં આવશે.ઍકસ્ટર્નલ અભ્યાસક્રમમાં બીએ, બીકોમ, તૃતીય વર્ષ અને એમએ, એમકોમ પાર્ટ 2ની પરીક્ષા ઓફલાઇન (વર્ણનાત્મક પદ્ધતિથી) લેવાશે.મેનેજમેન્ટ ફેકલ્ટીની એમબીએ, સેમેસ્ટર 4 (ફૂલટાઈમ), સેમેસ્ટર 6 (ઇવનિંગ)ની રેગ્યુલર પરીક્ષાઓ, અને એમબીએ, સેમેસ્ટર 2-3 (એટીકેટી) ઓફલાઇન પદ્ધતિથી લેવાશે.ગ્રામ્ય અભ્યાસ વિદ્યાશાખાની એમઆરએસ, સેમેસ્ટર 4ની પરીક્ષા 12 જુલાઈએ ઓફલાઇન પદ્ધતિથી લેવાશે. આમ, અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની લાસ્ટ સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન જ લેવામાં આવશે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.એન.ચાવડાના જણાવ્યા પ્રમાણે કોરોનાની ગાઈડલાઈનનું ધ્યાન રાખીને આ ઓફલાઇન પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે કોરોનાના કારણે યુનિવર્સીટી દ્વારા પહેલા ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેના માટે પહેલા મોક ટેસ્ટ પણ યોજાઈ હતી. પરંતુ અસંખ્ય ટેક્નિકલ ઇસ્યુના કારણે મોક ટેસ્ટ સફળ થઈ નહોતી અને હજારો વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષામાં અટવાયા પણ હતા. તે પછી પણ ઓનલાઈન એક્ઝામ લેવામાં આવી તેમાં 82 ટકા વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને 50 થી વધુ ગેરરીતીના કેસ નોંધાયા હતા. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસો ઓછા નોંધાઇ રહ્યા છે ત્યારે હવે ધીરે ધીરે શૈક્ષણિક કાર્યને પણ રેગ્યુલર લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે હવે ફરી એકવાર ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે તે પહેલાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફના માટે વેકસીનેશન પણ ફરજીયાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાંચો: જાપાનમાં પહેલીવાર વરસાદ બાદ કાદવનું પુર, 1500 લોકો ફસાયા, 100 લાપતા, 3ના મોત
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024