વિરાટ કોહલીના વર્તન પર મહંમદ શામી છે ફીદા, શામી ટેસ્ટ ટીમ ઇન્ડીયામાં હાલમાં જ પરત ફર્યો છે
09-May-2021
ટીમ ઇન્ડીયા (Team India) ના ઝડપી બોલર મહંમદ શામી (Mohammad Shami) એ કેપ્ટન વિરાટ કોહલી ( Virat Kohli) ના ખૂબ જ વખાણ કર્યા છે. શામી એ બતાવ્યુ હતુ કે, કોહલી મેદાન પર બોલરોને પૂરી છુટ આપે છે. અને તે ખૂબ સપોર્ટ પણ કરે છે. શામીએ કહ્યુ હતુ કે વિરાટ તમામ ખેલાડીઓ સાથે મજાક કરતો રહે છે. તે જાણે કે એવુ વર્તન કરે છે કે અમારો તે બાળપણનો મિત્ર હોય ગત શુક્રવારે BCCI એ વર્લ્ડ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ અને ઇંગ્લેંડ પ્રવાસ માટે ટીમ ઇન્ડીયાનુ એલાન કર્યુ હતુ. મહંમદ શામી અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની ટીમમાં વાપસી થઇ હતી.
એક સ્પોર્ટ સંસ્થા સાથે વાત કરતા વાતચીત કરતા શામી એ કહ્યુ હતુ કે, વિરાટ હંમેશા પોતાના ઝડપી બોલરો માટે ખૂબ સપોર્ટીવ રહે છે. અમને તે મેદાન પર છુટ પણ આપે છે. તે ત્યારે જ અમારી પાસે આવે છે, જ્યારે અમારો પ્લાન ફેઇલ થઇ જાય છે. અમે એક બોલીંગ યુનિટના રુપે કંઇ પણ કરવા માટે ફ્રિ હોઇ એ છીએ. વિરાટ ક્યારેય અમારા ઉપર કોઇ પ્રકારનુ દબાણ નથી નાંખતો. સામાન્ય રીતે કેપ્ટન પાસે જવામાં એક બોલરના મનમાં સંદેહ રહેતો હોય છે. જોકે વિરાટ સાથે એવુ ક્યારેય નથી રહ્યુ. તે અમારા વચ્ચે મજાક કરતો હોય છે. તે અમારો બાળપણનો દોસ્ત હોય એમ અમારી સાથે વર્તન કરે છે.
શામીએ આગળ વાત કરતા કહ્યુ હતુ કે, જેને લઇને મેદાન પર અમે ખૂબ મજા લેતા હોઇએ છીએ. ક્યારેક ક્યારેક મજાક પણ કરતા રહીએ છીએ, તો ક્યારેક અગ્રેસીવ થઇને કંઇક બોલી પણ દઇ એ છીએ. જોકે અમે આ બધી વાતોને માઇન્ડ નથી કરતા કારણ કે તે સ્થિતી એવી હોવાને લઇ થઇ જાય છે. ટીમ ઇન્ડીયા એ 18 થી 22 જૂન સુધી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાવાનુ છે. તેના બાદ ટીમ 4 ઓગષ્ટ થી ઇંગ્લેડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમશે.
ટીમ ઇન્ડીયા (Team India) ના ઝડપી બોલર મહંમદ શામી (Mohammad Shami) એ કેપ્ટન વિરાટ કોહલી ( Virat Kohli) ના ખૂબ જ વખાણ કર્યા છે. શામી એ બતાવ્યુ હતુ કે, કોહલી મેદાન પર બોલરોને પૂરી છુટ આપે છે. અને તે ખૂબ સપોર્ટ પણ કરે છે. શામીએ કહ્યુ હતુ કે વિરાટ તમામ ખેલાડીઓ સાથે મજાક કરતો રહે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024