ડુમસ બીચ પર માસ્ક વગર ગરબા રમતા યુવાઓનો વિડીયો વાઇરલ, પોલીસે ગરબા કલાસીસ રીધમ ગ્રુપના સંચાલક ભરત સરવૈયા સામે ગુનો નોંધી ધરપકડ કરી
03-Aug-2021
PHOTO: વિશ્વ મિત્રતા દિવસ હોવાથી કલાસીસના વિધાર્થીઓ સાથે ઉજવણી.
સુરત. સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ નહિવત થતા તંત્ર દ્વારા ધીરેધીરે છુટછાટ આપવામાં આવી રહી છે જેમાં થોડા દિવસ પહેલા ડુમસ બીચ પર સહેલાણીઓને હરવા ફરવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે વીકેન્ડ પર લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હોય તેમ મોટી સંખ્યામાં ભેગા થાય છે. આ વચ્ચે ડુમસ બીચ ઉપર એક ગરબા ગ્રુપના યુવક-યુવતીઓ દ્વારા માસ્ક વગર ગરબા રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ડુમસ પોલીસ દોડતી થઈ હતી અને વિડીયોના આધારે તપાસ શરુ કરી રીધમ ગ્રુપ ગરબા ક્લાસીસના સંચાલક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. મોરા ભાગળ ચાર રસ્તા ખાતે છેલ્લા દસ વર્ષથી કલાસીસ સંચાલતા રિધમ ગ્રુપના સંચાલક ભરત સરવૈયાએ વિશ્વ મિત્રતા દિવસ હોવાથી તેની ઉજવણી કરવા માટે તેના વિદ્યાર્થીઓને લઈને ડુમસ ગયો હતો અને ત્યાં ગરબા રમયા હતા અને તેનો વિડીયો તેમના રીધમ કલાસીસના ગ્રુપના ફેસબુક ઉપર અપલોડ પણ કર્યો હોવાની કબુલાત કરી હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
ડુમસ દરિયાકિનારો શરૂ થતા જ શનિ અને રવિવારે લોકોનું ઘોડાપૂર ઉમટે છે. આ સમયે કોરોનાની ગાઇડલાઇન તેમજ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા પણ જોવા મળે છે. ત્યારે ડુમસ બીચ પર એક ગરબા ગ્રુપના યુવક યુવતીઓ દ્વારા ગાઇડલાઇનનો ભંગ કરી ગરબા રમતો વિડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે યુવતીઓ વગર માસ્કે ચોક્કસ અંતર જાળવ્યા વગર વેસ્ટર્ન ગીત પર ગરબે ઘૂમી રહ્યા છે. જોકે આ વાતને લઇને સ્થાનિકોએ પણ રોષ વ્યક્ત કર્યો છે.જે રીતે બીચ પર ભીડ જોવા મળી રહી છે તે જોઇને જાણે લોકો સામેથી ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવું જણાઇ રહ્યું છે. વાયરલ થયેલા વિડીયોના આધારે ડુમસ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી જેમાં મોરાભાગળ ચાર રસ્તા ખાતે છેલ્લા દસ વર્ષથી રીધમ ગ્રુપના નામે ગરબા કલાસીસ ચલાવતા ભરત સરવૈયાના ગ્રુપનો હોવાનુ બહાર આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પ્રાથમિક પુછપરછમાં ભરત સરવૈયાએ વિશ્વ મિત્રતા દિવસ હોવાથી તેની ઉઝવણી કરવા માટે તેના ક્લાસીસના વિદ્યાર્થીઓને લઈને ડુમસ ગયો હોવાનું જણાવ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024