લક્ષદીપ અને માલદિવમાં 40થી 50 કિ.મી.ની ઝડપે ત્રાટકશે 2021નું આ પહેલું વાવાઝોડું, કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં 14થી 16 મે દરમિયાન ભારે વરસાદ પડી શકે
11-May-2021
કેરળ,તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 14થી 16 મે દરમિયાન ભારે વરસાદ પડી શકે
હવામાન વિભાગે આગાહી કરી છે કે વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું (first cyclone of 2021) ને કારણે 14 મેની સવારે લક્ષદ્વીપ, માલદિવના વિસ્તારોમાં 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે વરસાદ પડી શકે છે. 15 મેના રોજ, વાવાઝોડાની ગતિ 60 થી 70 કિમી / કલાક સુધીની હોઈ શકે છે. તે જ સમયે, 16 મેના રોજ, લક્ષદીપ વિસ્તારમાં પવનની ગતિ પ્રતિ કલાક 80 કિલોમીટર સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે 14 થી 16 મે સુધી ભારે પવનની આગાહી પણ કરવામાં આવી છે.
સમુદ્રથી વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું (first cyclone of 2021) આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે 16 મેના રોજ આ વાવાઝોડાને કારણે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં આગામી 14થી 16 મે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 14 મેની સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે. તે 16 મેની આસપાસ પૂર્વ-મધ્ય અરબ સાગરમાં તીવ્ર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને ઉત્તર પશ્ચિમમાં આગળ વધી શકે છે. ગુજરાત પર ક્યારે ત્રાટકશે આ ‘તોકતે’ વાવઝોડું ?` વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડા (first cyclone of 2021) ને મ્યાનમારે ‘તોકતે’ વાવઝોડું નામ આપ્યું છે. એવી સંભાવના છે કે આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું 20 મેના રોજ ઉત્તર ગુજરાત અથવા કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે. એવું માનવામાં આવે છે કે 16 મેના રોજ આ વાવાઝોડાને કારણે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં 14 થી 16 મે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024