ડે. સીએમ નીતિન પટેલએ વૈષ્ણોદેવી સર્કલ પર બનેલ ફ્લાય ઓવરની સમીક્ષા કરી

27-May-2021

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વૈષ્ણોદેવી સર્કલ પર નવનિર્મિત બ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં ખોડીયાર કન્ટેનર ડેપોની કામગીરીની સમીક્ષા કરી હતી. નીતિન પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હાજર રહ્યો હતો.આ બ્રિજની કામગીરી પૂર્ણ થઇ છે. ત્રિ-સ્તરીય સ્ટ્રકચર આધારિત બ્રીજ તૈયાર કરાયો છે. આશરે રૂપિયા 28 કરોડના ખર્ચે બ્રીજ તૈયાર થયો છે. ટૂંક સમયમાં આ બ્રીજ ખુલ્લો મુકાશે.

Author : Gujaratenews