દિલ્હી AIIMSમાં આજથી 2-18 વર્ષના બાળકો પર ભારત બાયોટેકની વેક્સિન 'કોવેક્સિન' માટે ક્લીનિકલ ટ્રાયવ માટે સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ચીની કંપની સિનોવૈક દ્વારા બનાવવામાં આવેલી રસીને 3થી 17 વર્ષના બાળકોને આપવાની મંજુરી અપાઈ છે. જોકે મોટા ભાગના દેશોમાં બાળકોનું રસીકરણ ચાલુ નથી થયુ. Indiaમાં એક મહિનામાં 525 બાળકો પર આ પ્રકારનું ટ્રાયલ કરાયું. જેમાં લગભગ 100 વોલેન્ટિયર બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેનું સ્ક્રીનિંગ કર્યા બાદ પસંદ કરાયેલા 3 બાળકો પર ટ્રાયલ કરવામાં આવ્યુ . બીજા ચરણમાં બાળકો પર રસીના કોઈ નકારાત્મક અસર નહીં દેખાય તો ત્રીજા ચરણ અંતર્ગત રસીનો ડોઝ આપવામાં આવશે અને તેમના અસરગ્રસ્ત જોવા મળતા રસીને મંજૂરી માટે મોકલવામાં આવશે.
ત્રીજી લહેરમાં બાળકો પર વધારે સંક્રમણની આશંકા:સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ચેતવ્યા છે કે જો વધારેમાં વધારે લોકોને રસીનો બીજો ડોઝ ન આપવામાં આવ્યો તો કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા વધારે નુકસાન પહોંચાડી શકે છે. આ લહેરમાં બાળકો પર સંક્રમણનો સૌથી વધારે કહેર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 3 રસીને મંજૂરી મળી છે પણ બાળકોના રસીકરણને મંજૂરી નથી મળી.
કેન્દ્ર સરકાર બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે 13 મેએ મંજુરી આપી :નીતિ આયોગના વી કે પોલે ગત મહિને કહ્યુ હતુ કે રસીની બીજા અને ત્રીજા ચરણના ટ્રાયલ બાળકો પર કરવામાં આવશે. ટ્રાયલમાં 2થી 18 વર્ષના બાળકો ભાગ લેશે. કેન્દ્ર સરકાર બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે 13 મેએ મંજુરી આપી હતી.એમ્સ દિલ્હીમાં સોમવારે બાળકો પર ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની શરુઆત થઈ જશે. સૂત્રોના જણાવ્યાનુંસાર પાટણ એમ્સમાં બાળકો પર કોવૈક્સીનનું ટ્રાયલ શરુ થયા બાદ નવી દિલ્હી એમ્સે આ નિર્ણય લીધો છે. પટના એમ્સે કોવિડ પ્રભારી ડોક્ટર સંજીવ કુમારે બુધવારે જણાવ્યુ હતુ કે 12થી 17 વર્ષના બાળકોનું ટ્રાયલ મંગળવારથી શરુ કરી દેવામાં આવ્યુ છે અને ગત મંગળવારે 3 બાળકોને આનું ઈન્જેક્શન આપવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યું કે ઈન્જેક્શન લગાવ્યા બાદ આ ત્રણેય બાળકો સ્વસ્થ છે.
- 525 બાળકો પર આ પ્રકારનું ટ્રાયલ કરાયું
- ત્રીજી લહેરમાં બાળકો પર વધારે સંક્રમણની આશંકા
- દિલ્હી એમ્સમાં કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની શરુઆત થઈ
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024