ન્યુયોર્ક: અમેરિકામાં હવે કોરોના વેક્સિન બાળકોને પણ લગાવવામાં આવશે. ફાઇઝરની કોવિડ વેક્સિન અમેરિકામાં ૧૨ વર્ષ સુધીના બાળકોને લગાવવામાં આવશે. આ બાબતે અમેરિકન નિયમનકારોએ જરૂરી મંજૂરી આપી દીધી છે. બાળકોનું વેક્સિનેશન શરૂ થયા બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ફરીથી સ્કૂલ જઇ શકશે. સામાન્ય સ્થિતિમાં આવવા માટે તમામ ઉંમરના લોકોનું વેક્સિનેશન જરૂરી છે.
નોંધનીય છે કે દુનિયાભરમાં લગાવવામાં આવી રહેલી મોટાભાગના કોવિડ-૧૯ રસી પુખ્ત લોકો માટે જ માન્ય છે. પરંતુ ફાઇઝરની વેક્સિનનો ઉપયોગ અનેક દેશોમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના અને કેનેડા હાલમાં જ ૧૨ અને તેનાથી વધારેની ઉંમરના બાળકોને વેક્સિનેટ કરનારો પહેલો દેશ બની ગયો છે.
Author : Gujaratenews
20-Aug-2024