નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુને જાહેરાત કરી હતી કે 21 જુન સોમવારથી સમગ્ર દેશમાં કોરોના વિરોધી રસીનાં નિશુલ્ક ડોઝ લગાવવામાં આવશે, રસીકરણનાં નવા તબક્કામાં 18 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને નિશુલ્ક ડોઝ લગાવવામાં આવશે, અને સંપુર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે, વધુ એક મહત્વની વાત છે કે હવે કોવિન એપ પર પહેલાથી જ રજીસ્ટ્રેશન અનિવાર્ય નથી.
દેશમાં રસીકરણ ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ દેશભરમાં નિશુલ્ક રસીકરણ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં સોમવારથી દેશભ૨માં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી લગાવવામાં આવશે. હવે રાજ્યોએ રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવી પડશે નહીં. હવે કેન્દ્ર સરકાર આ રસીઓ ખરીદશે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે આપશે.
Author : Gujaratenews
20-Aug-2024