સંક્રમિત મામલાઓમાં ઘટાડો નોંધાયા બાદ અચાનક ભારતમાં ફરીથી સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આંકડાઓ અત્યંત ચિંતાજનક જોવા મળ્યા છે. અને આંકડાઓ 4 લાખને પાર પહોંચ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ઓક્સિજનની અછતને પૂર્ણ કરવા આગળ વધી રહ્યા છે. સાથે-સાથે સરકાર પણ પ્રજાને COVID-19ની વેક્સિન લેવા માટે ખાસ અનુરોધ કરી રહ્યા છે. ત્યારે સંક્રમણ રોકવા માટે વેક્સિનેશન સૌથી જરૂરી ઉપાય છે. પરંતુ વેક્સિનેશન સેન્ટર પર પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ત્યારે આ માટે ડિજિટલ પ્લેટફોર્મ સામે આવ્યા છે. જો કે,મુખ્યત્વે રસી પુરવઠાની અછતને કારણે ભારતમાં એક ડોઝ મેળવવો તે પણ એક સમસ્યા છે, સદભાગ્યે ટેક જાયન્ટ્સ અને સ્વતંત્ર સંશોધનકારોનું સમાધાન સામે આવી રહ્યું છે. જે ભારતીયોને ઉપલબ્ધ રસી સ્લોટ સાથે રસી કેન્દ્ર શોધી આપશે. ડિજિટલ પેમેનેટ પ્લેટફોર્મ પેટીએમએ હાલમાં જ ‘COVID-19 Vaccine Finder’ લોન્ચ કર્યું છે. જે લોકોને વેક્સિનેશન સ્લોટ અને સેન્ટર શોધવામાં મદદ કરશે. એ માટે તમારે પહેલા એપ ખોલવી પડશે.
ત્યાર બાદ મીની સ્ટોર સેક્સનમાં જાઓ. ત્યાં વેક્સિન ફાઈન્ડર પર ક્લિક કરો. ત્યાં તમારો સીટી પિન, ડીસ્ટ્રીકટ અને 18+ અથવા 45+ એજ ગ્રુપ સિલેક્ટ કરો. જો સ્લોટ ઉપલબ્ધ ન હોય તો. notify me when slots are available પર ક્લિક કરો જે તમને જયારે અવેલેબલ હશે ત્યારે એલર્ટ કરશે.HealthifyMe દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લેટફોર્મ VaccinateMe યુઝ કરવામાં એકદમ સરળ છે. જેમાં વેક્સિનેશન સેન્ટર અને ઉપલબ્ધ સ્લોટ માટે તમારે માત્ર તમારો પિન કોડ અથવા ડીસ્ટ્રીકટનું નામ નાખવાનું રહેશે. જો સ્લોટ ઉપલબ્ધ નહિ હોય તો તે યુઝર્સને જયારે ઉપલબ્ધ થશે ત્યારે SMS, એ-મેઈલ અથવા વોટ્સએપ દ્વારા એલર્ટ કરશે. લોકો નામ, ઉમર, વેક્સિનના નામ પરથી પણ સેન્ટર શોધી શકે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024