મોતનો કૂવો: MPમાં 40 ફૂટ ઊંડા કૂવામાં બાળકી પડી, આ બાળકીને જોવા ગયેલા 40 લોકો પણ કૂવામાં ખાબક્યા, 4ના મોત, મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન શરૂ

16-Jul-2021

MP: મધ્યપ્રદેશના વિદિશામાં વિચિત્ર ઘટના બની છે. એક બાળકી 40 ફૂડ ઊંડા કૂવામાં રમતા રમતા પડી ગઈ હતી. તેને જોવા ભેગા થયેલા 40 લોકો પણ કૂવામાં પડી જતા મોટા પાયે રેસ્ક્યુ હાથ ધરવું પડ્યું હતું. મધ્યપ્રદેશનાં વિદિશામાં 8 વર્ષની બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) ચાલતુ હતું અને જોવા માટે ભેગા થયેલા આશરે 40 જેટલા લોકો એકસાથે કુવામા પડી જતા મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. ગુરૂવારે મોડી રાતે પોલીસે (MP Police) માહિતિ આપતા જણાવ્યું હતું કે બાળકીનાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયામ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને કુવાને ફરતે ઉભા રહી ગયા હતા. લોકોની ભીડ વધી જવાને લઈને દબાણ ખુબ વધી ગયું હતું અને કુવા ફરતેની બાઉન્ડ્રી ટુટી (Well Boundary Break) જતા 40 જેટલા લોકો 40 ફૂટ ઉંડા કુવામાં પડ્યા હતા. અચાનક ઘટેલી આ ઘટનાં પગલે હડકંપ મચી ગયો હતો.

મધ્યપ્રદેશનાં મેડિકલ એજ્યુકેશ મિનિસ્ટર વિશ્વાસ સારંગનાં જણાવ્યા પ્રમાણે કુલ 23 જેટલા લોકોને તો બચાવી લેવામાં આવ્યા અને તેમાંતી 13 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ઘટનાનાં પગલે શિવરાજસિંહ (CM Shivraj) પણ સીધી નજર રાખી રહ્યા છે. ઘટનામાં તપાસનાં આદેશ આપી દેવામાં આવ્યા છે.

રમતા સમયે 40 ફૂટ ઉંડા કુવામાં પડી બાળકી

સ્થાનિક ગ્રામજનોનાં જણાવ્યા અનુસાર સાંજે બાળકી રમતા રમતા કુવામાં પડી ગઈ હતી. આ ખબર ગામમાં ફેલાઈ જતા લોકો કુવા પાસે ભેગા થઈ ગયા હતા. ભોપાલનાં વિશેષ પોલીસ કમિશનર સાઈ મનોહરનાં જણાવ્યા પ્રમાણે બાળકીને બચાવવાની કોશિશમાં મોટી સંખ્યામાં લોકો કુવા પાસે ઉભા થઈ ગયા હતા અને તે જ સમયમાં 40 લોકો 40 ફૂટ ઉંડા ખાડામાં પડી જતા તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે બાળકી અને બચેલા 17 લોકોની સ્થિતિ માટે કઈ કહેવાય તેમ નથી. અત્યાર સુધીમાં 23 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ ઘણા લોકો કાટમાળ તળે દબાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Author : Gujaratenews