યુએન ભારતની મદદે, 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર, 1 કરોડ માસ્ક આપ્યા

07-May-2021

નવી દિલ્હી: યુએન ચીફના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએન પોપ્યુલેશન ફંડ તરફથી ભારતને અત્યાર સુધીમાં 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર્સનો સપ્લાય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 1 કરોડ મેડિકલ માસ્ક અને 15 લાખ ફેસ શીલ્ડ પણ મેકલવામાં આવ્યા છે.  સંયુક્ત રાષ્ટ્રની ટીમે ભારતની મદદ માટે વેન્ટિલેટર્સ અને ઓક્સિજન જનરેટિંગ પ્લાન્ટસ પણ ખરીદ્યા છે. આ ઉપરાંત યુનિસેફ તરફથી કોરોનાને પહોંચી વળવા માટે જરુરી ઉપકરણોની સપ્લાય ભારતને આપવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે અમારી ટીમ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ મશીન અને કિટ્સ પણ ખરીદી કરી છે આ ઉપરાંત એરપોર્ટસ થર્મલ સ્કેનર પણ ખરીદવામાં આવ્યા છે.

Author : Gujaratenews