નવી દિલ્હીઃ જાપાની ઓટો કંપની (Japanese Auto Company) ટૉયોટાએ (Toyota) જાહેરાત કરી છે કે કંપની આગામી પાંચ વર્ષોમાં 15 ઇલેક્ટ્રિક કારો (Electric Cars) લૉન્ચ કરશે. આ યોજના અંતર્ગત કંપની પોતાની પહેલી ઇલેક્ટ્રિક એસયુવી કાર (Electric SUV Cars) પરથી પડદો ઉઠાવી દીધો છે. bZ4X નામની આ કારને e-TNGA પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. સોમવારે થયેલા 2021 શાંધાઇ ઓટો શૉમાં પણ આ એસયુવીને રજૂ કરી છે. ટૉયોટાએ e-TNGA પ્લેટફોર્મ સ્પેશ્યલી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (Toyota Electric SUV Cars) માટે જ બનાવ્યુ છે.
સૂર્યના કિરણોથી થશે ચાર્જ....
ઓટો શૉમાં (Auto Show) રજૂ થયેલી કૉમ્પેક્ટ એસયુવી (Compact SUV) bZ4Xમાં ખાસ ફિચર્સ આપવામાં આવ્યા છે. આમાં સામાન્ય સ્ટીયરિંગ વ્હીલના બદલે એક ડિસ્ટિંક્ટિવ યોક આપવામાં આવ્યુ છે. આની સૌથી મોટી ખાસયિત એ છે કે આ કારની બેટરી સૉલાર પાવરથી ચાર્જ (Solar Power Charge Cars) કરવામાં આવી શકે છે, એટલે કે સૂર્યના કિરણોથી ચાર્જ (Solar Charge) થઇ જશે. વર્ષ 2022ના મધ્ય સુધી આ કારને દુનિયાભરમાં સેલ કરવામાં આવી શકે છે.
પાંચ વર્ષમાં 15 ઇલેક્ટ્રિક કારો થશે લૉન્ચ....
ઉલ્લેખનીય છે કે ટૉયોટાએ 2025 સુધી 15 ઇલેક્ટ્રિક કારો લૉન્ચ કરવાનો પ્લાન બનાવ્યા છે. જે અંતર્ગત 7 "bZ" સીરીઝના મૉડલ પણ લૉન્ચ કરવામાં આવશે. આમાં "bZ" સીરીઝનો અર્થ છે બિયૉન્ડ ઝીરો એટલે એવી ગાડીઓ જેમાં ઝીરો એમિશન હોય. ટૉયોટાની bZ4X ઇલેક્ટ્રિક એસયુવી "bZ" સીરીઝની લૉન્ચ થનારી પહેલી કાર હશે. સોમવારે થયેલા 2021 શાંધાઇ ઓટો શૉમાં પણ આ એસયુવીને રજૂ કરી છે. ટૉયોટાએ e-TNGA પ્લેટફોર્મ સ્પેશ્યલી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (Toyota Electric SUV Cars) માટે જ બનાવ્યુ છે.
ટેસ્લા સાથે થશે ટક્કર....
ટૉયોટા ઇલેક્ટ્રિક વ્હીકલ્સને ભારતમાં ટેસ્લાની ગાડીઓ સાથે ટક્કર થશે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સની જ્યારે વાત થાય છે તો ટેસ્લાનુ નામ સૌથી ઉપર આવે છે. હવે કંપની ભારતમાં પોતાની કારોને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ રીતે ટૉયોટાની આ નવી સીરીઝની ટક્કર ટેસ્લા સાથે જોવા મળશે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025