ટાઈગર ફોર્સ ટીમ દ્વારા સાઈબર ક્રાઈમ જનજાગૃતિ અંતર્ગત સાઈબર સંજીવીની અને વિરતાને વંદન 2 કાર્યક્રમ યોજાયો
17-Aug-2021
SURAT :આજનાં સમયમાં જ્યારે સાઈબર ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જનજાગૃતિનાં માધ્યમથી લોકોમાં અવેરનસ આવે એ હેતુથી ટાઈગર ફોર્સ દ્વારા સુરત પોલીસનાં સહકાર થી PSI H.V.ચૌધરી સાહેબ દ્વારા સાઈબર સંજીવીની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, વધુ માહિતી આપતા ટાઈગર ફોર્સ ગુજરાત ઉપાધ્યક્ષ બિપિન તલાવિયા એ જણાવ્યું હતું કે જગદીશ્વર ફાર્મ, ઉત્રાણ ખાતે યોજાયેલ આ કાર્યક્રમની સાથે કોવિડમાં દિવસ રાત પોતાની જાતની પરવાહ કર્યા વગર જેમણે સેવા આપી છે એવા કોરોના વોરિયર્સને વિરતા ને વંદન 2 કાર્યક્રમ અંતર્ગત સન્માનિત કરાયા હતા,. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે અધિક પોલીસ કમિશનર શ્રી પી. એલ. માલ સાહેબ IPS ઉપસ્થિત રહ્યા હતા.એમની સાથે ઓલપાડ MLA મુકેશભાઈ પટેલ, વલ્લભભાઈ સવાણી (બાપુજી), યુવામોર્ચા સુરત ના અધ્યક્ષ ભાવિનભાઈ ટોપીવાલા, રાજુભાઈ પરમાર, (OBC ઉપપ્રમુખ સુરત ) ધીરુભાઈ ગજેરા,જયસુખભાઈ કથીરીયા, યુવા ઉદ્યોગપતિ ડો.ગૌતમભાઈ શિહોરા, પંકજભાઈ સિધ્ધપરા , પ્રવીણભાઈ ભાલાળા, બિપિનભાઈ વિરાણી , વિપુલભાઈ તલાવિયા, વલ્લભભાઈ ચોથાણી, મોનર્ક સ્કૂલનાં જનકભાઈ તલાવિયા,જગદીશ્વર ફાર્મ ના નૈશલભાઈ પટેલ ,મુકેશભાઈ ગરનારા ચંદુભાઈ મેંદપરા, મહેન્દ્રભાઈ જેઠવા, મૌની સ્કૂલનાં ચિરાગભાઈ ડોબરિયા, "એક સોચ ના" રિતુબેન રાઠી અન્ય સોશિયલ એકિટીવિસ્ટ મહિલાઓ ,લ્યુસી પટેલ, લીના શાહ ,કોમલ બચકાનીવાલા,દીપિકા ધૂત,આશ્કા ખુષલાની વિગેરે વિશેષ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.
05-Mar-2025