વેબ સિરીઝ: ફેમિલી મેન 2

07-Jun-2021

દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીની બીજી સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’ લગભગ 20 મહિનાની રાહ જોયા પછી રિલીઝ થઈ છે. મજાની વાત તો એ છે કે શ્રેણી અગાઉ 4 જૂને રિલીઝ થવાની હતી જ્યારે ચાહકોની ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને તેને રાતના 12 વાગ્યાનાં થોડા કલાકો પહેલા જ રજૂ કરી દેવામાં આવી હતી.

શું છે વાર્તા

‘ધ ફેમિલી મેન 2’ ની વાર્તા શ્રેણીના પહેલા ભાગથી આગળ વધે છે. પહેલા જ એપિસોડમાં, તમને એક પ્રશ્નનો જવાબ મળે છે જે સિઝન વનના અંતમાં છુટી ગયો હતો – શું દિલ્હી ગેસના હુમલાથી બચી જશે? જો કે, આ પ્રશ્નના જવાબ પૂર્વે જ, એક નવી વાર્તા શરુ થઈ જાય છે. જ્યાં તમિલનાડુ અને શ્રીલંકાના તાર આ વખતે લંડન સુધી પહોંચી જાય છે. બીજી તરફ, મનોજ બાજપેયીનું સિક્રેટ એજન્ટ પાત્ર શ્રીકાંત તિવારી થોડાક એપિસોડ પછી પૂરા રંગમાં જોવા મળે છે, જોકે તે પહેલાં સુધી શ્રીકાંત કોર્પોરેટ કંપનીમાં જોબ કરી રહ્યો હોય છે. પરંતુ તેનું મન ‘ટાસ્ક’ ના કાર્યોમાં લાગ્યું રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે પાણી માથા ઉપરથી નિકળી જાય છે, ત્યારે શ્રીકાંતનું ટાસ્કમાં પાછુ ફરવાનું થાય છે અને પછી શરુ થાય છે ધમાકા. વાર્તામાં, જ્યાં શ્રીકાંતે તેની પુત્રીને મૃત્યુથી બચાવવાની હોય છે, તો બીજી તરફ, દેશના વડાપ્રધાન પર હુમલો કરવાનું કાવતરું ખતમ કરવાનું છે.

આ બાબતોનું રાખવામાં આવ્યું છે ધ્યાન : આ સીઝનમાં, શ્રીકાંતની પાસે ન ખાલી નવી કાર જોવા મળશે, પરંતુ એક્શન અને ગાળોની માત્રા પણ પહેલા કરતા વધુ છે. રાજ અને ડીકેએ શ્રેણીની ઘણી નાની વિગતો પર સરસ કામગીરી કરી છે. ઉદાહરણ તરીકે, જ્યારે ભારત અને લંડન વચ્ચે કોઈ ફોન કોલ બતાવવામાં આવે છે, ત્યારે બંને સ્થાનો વચ્ચેના સમય અનુસાર દિવસ અને રાત ધ્યાનમાં લેવામાં આવ્યા છે. 
આ સાથે, શ્રેણીમાં ઘણા નાના સિન્સ અને સંદેશા છે જે તમને વિચારવા માટે મજબુર કરી દેશે. શ્રેણીના એક સીનમાં શ્રીકાંત પોતાની પત્નીને કોલ કરીને રડવા ઈચ્છે છે પરંતુ તે રડી શક્તો નથી. આ સાથે, બીજા સીનમાં જ્યારે પત્ની શ્રીકાંતને કોલ કરે છે, ત્યારે તે ઈગોને કારણે તે ઉપડતો નથી. બીજી તરફ, પેરેન્ટ્સનાં કામો અને નિર્ણયોની અસર બાળકો પર કેવી પડે છે. તે પાસાને રાજ અને ડીકેએ ખુબજ સારી રીતે બતાવ્યું છે.

ક્યાં રહી ગઈ કમી : સમગ્ર શ્રેણીમાં એક મોટી ખામી જોવા મળી છે તે છે ભાષા. ખરેખર, શ્રેણીનો ઘણો ભાગ તમિલમાં છે, તેથી તમારે ઉપશીર્ષકો પર આધાર રાખવો પડશે. આ સમસ્યાથી મેટ્રો શહેરોના પ્રેક્ષકોને પરેશાની થશે નહીં, પરંતુ તેની અસર નાના શહેરોના પ્રેક્ષકો પર પડી શકે છે, જેમને હિન્દી સાંભળવું અને જોવું ગમે છે.

કેવી છે એક્ટિંગ : ન ખાલી મનોજ બાજપેયી પરંતુ શ્રેણીના દરેક અભિનેતાએ પોતાનું પાત્ર સારું ભજવ્યું છે. એક રીતે મનોજ બાજપેયીએ જ્યારે હિરો તરીકે દર્શકોને બાંધી રાખ્યા છે, ત્યારે સામંથા અક્કિનેની વિલનના પાત્રમાં સારી કામગીરી કરી છે. સામંથાએ પોતાને આ પાત્રમાં એવી રીતે ઢાળી દીધી છે કે એકવાર માટે તેમને ઓળખવું મુશ્કેલ થઈ જાય છે.

આ સાથે, શારિબ હાશમી, પ્રિયમણિ, સીમા બિસ્વાસ, દલીપ તાહિલ, શરદ કેલકર, સની હિન્દુજા, વિપિન શર્મા અને શ્રી કૃષ્ણ દયાલ સહિતના દરેક અભિનેતાએ તેમના પાત્રને ન્યાય આપ્યો છે.

કેટલા એપિસોડ ?

‘ધ ફેમિલી મેન’ ની બીજી સીઝન જોતા પહેલા, તમારે તેની પ્રથમ સીઝન ચોક્કસપણે જોવી જોઇએ. બીજી સીઝનમાં કુલ 9 એપિસોડ્સ છે, જે પ્રેક્ષકોને બાંધી રાખે છે. સારા દિગ્દર્શન અને સારા અભિનયથી ભરેલી, આ શ્રેણી નિહાળવી જોઇએ, જો તમને તેની પહેલી સિઝન પસંદ ન આવે તો તમને આ પણ પસંદ આવશે નહી અને જો તમને તેની પહેલી સીઝન પસંદ આવી હોય તો તમને બીજી સીઝન વધુ પસંદ આવશે.

‘ધ ફેમિલી મેન’ ના ચાહકો માટે એક સારા સમાચાર એ છે કે તેની ત્રીજી સીઝન પણ જરુર આવી શકે છે. જેની એક ઝલક બીજી સિઝનના અંતમાં બતાવવામાં આવી છે.

કલાકાર
મનોજ બાજપેયી (Manoj Bajpai), સામંથા અક્કિનેની (Samantha Akkineni), શારિબ હાશમી, પ્રિયમણિ, સીમા બિસ્વાસ, દલીપ તાહિલ, વિપિન શર્મા, શ્રી કૃષ્ણ દયાલ, સની હિન્દુજા, શરદ કેલકર અને રાજેશ બાલાચંદ્રન વગેરે.
દિગ્દર્શન: રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે

Author : Gujaratenews