New Delhi: દેશભરમાં ઓક્સિજન અને દવાનું વિતરણ કરવા સુપ્રીમ કોર્ટે ટાસ્કફોર્સની રચના કરી છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં ૧૦ ડોકટરો સહીત ૧૨ સભ્યો હશે, જેના માર્ગદર્શન હેઠળ થશે દવા અને ઓક્સિજનનું દેશભરમાં વિતરણ.
સુપ્રીમ કોર્ટ ટાસ્ક ફોર્સમાં પશ્ચિમ બંગાળ આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના કોલકાતાના ભૂતપૂર્વ વીસી ડો. ભવતોષ વિશ્વાસ, ડો. દેવેન્દ્રસિંહ રાણા(સર ગંગારામ હોસ્પિટલ દિલ્હીના અધ્યક્ષ), નારાયણા હેલ્થ કેર બેંગલુરુના અધ્યક્ષ અને કાર્યકારી નિયામક ડો. દેવી પ્રસાદ શેટ્ટી., ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલોરના પ્રોફેસર ડો.ગગનદીપ કંગ, તમિલનાડુમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડો.જે.વી. પીટર, મેદાંતા હોસ્પિટલના ચેરમેન અને એમડી ડો.રાહલ પંડિત, ડાયરેક્ટર ફોર્ટિસ હોસ્પિટલની ક્રિટિકલ કેર મેડિસિન, સર ગંગારામ હોસ્પિટલના સર્જિકલ ગેસ્ટ્રોએંટોરોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર, ડો.સૌમિત્રા રાવત, આઈએલબીએસના સિનિયર પ્રોફેસર ડો.શિવકુમાર સરિન અને હિન્દુજા હોસ્પિટલના ડો. ઝરીર એફ ઉદવડિયા. કેન્દ્રીય આરોગ્ય સચિવ આ કમિટીના ચેરમેન રહેશે.
20-Aug-2024