તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:મિનિ સ્કર્ટ ને હોલ્ટર નેક બ્લાઉઝમાં દયાભાભીનો કિલર ડાન્સ, આ પહેલાં ક્યારેય આ અંદાજમાં નહીં જોયા હોય

21-Aug-2021

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ દિશા વાકાણી ભલે સ્ક્રિન પર જોવા ના મળે, પરંતુ ચાહકોમાં તે ઘણી જ ફેવરિટ છે. દિશા વાકાણીના જૂના મ્યૂઝિક વીડિયો અવારનવાર વાઇરલ થતા હોય છે. હાલમાં જ દિશા વાકાણીનો એક વીડિયો વાઇરલ થયો છે.

શું છે વીડિયોમાં?

સિલ્વર મિનિ સ્કર્ટ તથા હોલ્ટર નેક બ્લાઉઝમાં દિશા વાકાણી એકદમ સેન્સેશનલ લાગે છે. તેણે લાઉડ મેકઅપ તથા પોની ટેલ સાથે પોતાનો લુક કમ્પ્લિટ કર્યો છે. દિશા વાકાણીએ મરાઠી ગીત 'ભિંગરી ગ ભિંગરી' પર ડાન્સ કર્યો છે. દિશાની સાથે એક્ટર બંટી છે. આ વીડિયો વિનસ મ્યૂઝિક કંપનીએ બનાવ્યો છે. કોરિયોગ્રાફર રોન્ની છે. જ્યારે ગીત વૈશાલી સમંતે ગાયું છે. આ ગીતમાં દિશા વાકાણીના કિલર ડાન્સ મૂવ જોવા મળ્યા છે.

છેલ્લાં ત્રણ વર્ષથી શોમાં જોવા મળી નથી

દિશાએ 2017માં ઓક્ટોબરમાં છ મહિનાની મેટરનિટી લિવ લીધી હતી. જોકે, છ મહિના બાદ પણ દિશા શોમાં પરત ફરી નહોતી. દિશા દીકરી સ્તુતિનાં ઉછેર પર ધ્યાન આપવા માગતી હોવાથી તે શોમાં પરત ફરી નહોતી. વચ્ચે ચર્ચા હતી કે દિશા વાકાણીએ અસિત મોદીના પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સમાં સંપર્ક કર્યો હતો અને શોમાં પરત ફરવા અંગે વાત કરી હતી. જોકે, ત્યારબાદ પણ દિશા શોમાં પરત આવી નહોતી. હવે, જોવાનું એ છે કે શોમાં દિશા વાકાણી પરત આવે છે કે નહીં?

દિશા પોતાના નિર્ણયો જાતે લેતી નથી

સૂત્રોના મતે, દિશા શોમાં પરત આવશે કે નહીં એનો નિર્ણય તેના પતિ પર નિર્ભર છે. સૂત્રોના મતે, 'દિશા પોતાના જીવનમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી જ નબળી છે. લગ્ન પહેલાં તે પોતાના પિતા પર નિર્ભર હતી. પછી ભાઈ અને હવે પતિ પર. તે પોતાના નિર્ણયો ક્યારેય જાતે લેતી નથી. શોમાં જ્યારે કમબેક કરવાની વાત આવી ત્યારે તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી હતી, જેમ કે નાઈટ શૂટ નહીં, શનિ-રવિ રજા, મહિનામાં 15 દિવસ જ શૂટિંગ, દીકરી માટે અલાયદો રૂમ અને ફીમાં વધારો. જોકે આ શરતો માનવી શક્ય નહોતી.

ગયા વર્ષે દિશા શોમાં પરત ફરશે એવી ચર્ચા હતી. જોકે પછી કોઈક મુદ્દે સમાધાન ના થતાં દિશાએ શોમાં આવવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને શોમાં દયાભાભીનો પત્ર આવે છે અને પત્રમાં તે જેઠાલાલને ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ પરત ફરશે, તેવી વાત કરે છે. આ સીન આવ્યા બાદ ફરીથી દિશા વાકાણી શોમાં આવશે કે નહીં, એની ચર્ચા થવા લાગી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:મિનિ સ્કર્ટ ને હોલ્ટર નેક બ્લાઉઝમાં દયાભાભીનો કિલર ડાન્સ, આ પહેલાં ક્યારેય આ અંદાજમાં નહીં જોયા હોય

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ દિશા વાકાણી ભલે સ્ક્રિન પર જોવા ના મળે, પરંતુ ચાહકોમાં તે ઘણી જ ફેવરિટ છે. દિશા વાકાણીના જૂના મ્યૂઝિક વીડિયો અવારનવાર વાઇરલ થતા હોય છે. હાલમાં જ દિશા વાકાણીનો એક વીડિયો વાઇરલ થયો છે.

શું છે વીડિયોમાં?

સિલ્વર મિનિ સ્કર્ટ તથા હોલ્ટર નેક બ્લાઉઝમાં દિશા વાકાણી એકદમ સેન્સેશનલ લાગે છે. તેણે લાઉડ મેકઅપ તથા પોની ટેલ સાથે પોતાનો લુક કમ્પ્લિટ કર્યો છે. દિશા વાકાણીએ મરાઠી ગીત 'ભિંગરી ગ ભિંગરી' પર ડાન્સ કર્યો છે. દિશાની સાથે એક્ટર બંટી છે. આ વીડિયો વિનસ મ્યૂઝિક કંપનીએ બનાવ્યો છે. કોરિયોગ્રાફર રોન્ની છે. જ્યારે ગીત વૈશાલી સમંતે ગાયું છે. આ ગીતમાં દિશા વાકાણીના કિલર ડાન્સ મૂવ જોવા મળ્યા છે.

છેલ્લાં ત્રણ વર્ષથી શોમાં જોવા મળી નથી

દિશાએ 2017માં ઓક્ટોબરમાં છ મહિનાની મેટરનિટી લિવ લીધી હતી. જોકે, છ મહિના બાદ પણ દિશા શોમાં પરત ફરી નહોતી. દિશા દીકરી સ્તુતિનાં ઉછેર પર ધ્યાન આપવા માગતી હોવાથી તે શોમાં પરત ફરી નહોતી. વચ્ચે ચર્ચા હતી કે દિશા વાકાણીએ અસિત મોદીના પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સમાં સંપર્ક કર્યો હતો અને શોમાં પરત ફરવા અંગે વાત કરી હતી. જોકે, ત્યારબાદ પણ દિશા શોમાં પરત આવી નહોતી. હવે, જોવાનું એ છે કે શોમાં દિશા વાકાણી પરત આવે છે કે નહીં?

દિશા પોતાના નિર્ણયો જાતે લેતી નથી

સૂત્રોના મતે, દિશા શોમાં પરત આવશે કે નહીં એનો નિર્ણય તેના પતિ પર નિર્ભર છે. સૂત્રોના મતે, 'દિશા પોતાના જીવનમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી જ નબળી છે. લગ્ન પહેલાં તે પોતાના પિતા પર નિર્ભર હતી. પછી ભાઈ અને હવે પતિ પર. તે પોતાના નિર્ણયો ક્યારેય જાતે લેતી નથી. શોમાં જ્યારે કમબેક કરવાની વાત આવી ત્યારે તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી હતી, જેમ કે નાઈટ શૂટ નહીં, શનિ-રવિ રજા, મહિનામાં 15 દિવસ જ શૂટિંગ, દીકરી માટે અલાયદો રૂમ અને ફીમાં વધારો. જોકે આ શરતો માનવી શક્ય નહોતી.

ગયા વર્ષે દિશા શોમાં પરત ફરશે એવી ચર્ચા હતી. જોકે પછી કોઈક મુદ્દે સમાધાન ના થતાં દિશાએ શોમાં આવવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને શોમાં દયાભાભીનો પત્ર આવે છે અને પત્રમાં તે જેઠાલાલને ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ પરત ફરશે, તેવી વાત કરે છે. આ સીન આવ્યા બાદ ફરીથી દિશા વાકાણી શોમાં આવશે કે નહીં, એની ચર્ચા થવા લાગી હતી.

અસિત મોદીએ કંટાળીને કહ્યું હતું, હવે હું જ દયા બની જાઉં

અસિત મોદીને જ્યારે દયાભાભી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, 'મને એવું લાગે છે કે હવે તો હું જ દયાબેન બની જાઉં. આ સવાલ છેલ્લાં ઘણાં વર્ષોથી પૂછવામાં આવે છે કે તે ક્યારે પરત આવશે. અમે હજી પણ તેમની રાહ જોઈ રહ્યાં છે. જો તે શો છોડવાની વાત કરે તો અમે નવા દયાબેન લાવીશું. જોકે, હાલમાં દયાબેન પરત આવશે કે નહીં, પોપટલાલના લગ્ન થશે કે નહીં તે વાત મહત્ત્વની નથી. વાસ્તવમાં આ રોગચાળામાં અન્ય બીજા પ્રશ્નો વધારે મહત્ત્વના છે. આ તમામ બાબતોમાં રાહ જોઈ શકાય તેમ છે.'

દિશા વાકાણીનો વાઇરલ થયેલો ડાન્સ વીડિયો

Author : Gujaratenews