ટપ્પુ નામથી જાણીતા બનેલા ગુજરાતી અભિનેતા ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાથી અવસાન

11-May-2021

લોકપ્રિય ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ માં ટપ્પુની ભૂમિકા ભજવનારા ભવ્ય ગાંધી (Bhavya Gandhi) ના પિતા વિનોદ ગાંધીનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.વિનોદ ગાંધી કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા અને લગભગ 10 દિવસથી વેન્ટિલેટર પર હતા.

વિનોદ ગાંધી વ્યવસાયે બાંધકામના ધંધા સાથે સંકળાયેલા હતા.તેમના પરિવારમાં પત્ની યશોદા ગાંધી અને બે પુત્રો મોટો નિશ્ચિત ગાંધી અને નાનો ભવ્ય ગાંધી છે.નિશ્ચિત ગાંધીના લગ્ન થઇ ગયા છે, જયારે ભવ્ય ગાંધી હાલમાં કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છે.

Author : Gujaratenews