તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનના (Afghanistan) 100 અફઘાન નાગરિકોની હત્યા કરી છે. દેશના ગૃહમંત્રાલયે માહિતી આપી છે કે સ્પિન બોલ્ડક વિસ્તારના ઘરો પર તાલિબાનીઓએ હુમલો કર્યો છે. 100 નાગરિકોની હત્યા કરવામાં આવી છે. સ્પિન બોલ્ડક એક સરહદ પર આવેલું શહેર છે, જેની સરહદ પાકિસ્તાનની નજીક છે. તે કંધારનું એક મુખ્ય વ્યૂહાત્મક સ્થાન પૈકી એક છે. હાલમાં જ આ સ્થાન પર તાલિબાનનો કબજો હતો. બોર્ડર ક્રોસિંગ પર તાલિબાનના કબજા પછી અફઘાન સુરક્ષા દળો દ્વારા આ જગ્યા પાછી લેવા માટે લડાઈ ચાલી રહી છે.
Author : Gujaratenews
20-Aug-2024