કેસર કેરીનું સૌથી મોટું સરનામું મનાતા ગીર વિસ્તારમાં તાઉતેએ એવી તારાજી મચાવી કે એક પણ કેરી આંબે લટકી રહી નથી. આંબમાં રહેલી કેરીઓ ખરી પડી છે. આંબાના બગીચા વેરાન બની ગયા છે.
તાઉતે વાવાઝોડાએ ભાવનગર જિલ્લાના મહુવામાં સૌથી વધુ તાંડવ મચાવ્યું હતું. મહૂવા શહેરની સાથે સાથે તેના આસપાસના ગામડાઓમાં તાઉતેએ મોટો વિનાશ વેર્યો હતો. સતત વરસાદ અને 120 કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાઈ રહેલા પવનથી કેટલાય હોડિંગ્સ, વૃક્ષો ધરાશાયી થઈ ગયા.
તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચેના વીડિયોમાં જુઓ તાઉતે કેવી રીતે આફત બનીને ત્રાટક્યું હતું.
Author : Gujaratenews

















14-Dec-2025