સુશાંત સિંહ ડેથ કેસમાં અત્યાર સુધી, ક્યારે શું થયું, જાણો પુરી ટાઈમલાઈન

13-Jun-2021

14 જૂન 2020 ના રોજ, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેમના બાંદ્રા સ્થિત ઘરેથી મળ્યો હતો. આ સમાચારથી સમગ્ર બોલિવૂડમાં સનસનાટી મચી ગઈ હતી. સુશાંતના મૃત્યુ પછી ચાલી રહેલી તપાસ છતાં સુશાંત સિંહના મોત પાછળનું કારણ શું હતું તે સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવ્યું નથી. ચાલો અમે તમને જણાવીએ કે સુશાંત સિંહના મૃત્યુ પછી શું ઘટનાઓ બની હતી.

અહીંથી શરૂ થયો હતો આખો મામલો

14 જૂન 2020– સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ મુંબઇના તેમના બાંદ્રા સ્થિત મકાનમાંથી મળ્યો હતો. સુશાંતના હાઉસ હેલ્પે આની જાણ પોલીસને કરી હતી. કોરોના રોગચાળાની પ્રથમ લહેર સતત વધી રહી હતી, તે દરમિયાન દેશના લોકોને આ આઘાતજનક સમાચાર મળ્યા હતા. જે બાદ સુશાંતને આખા દેશમાંથી શ્રધ્ધાંજલીનો દોર શરૂ થઈ ગયો હતો.

 

15 જૂન 2020– સુશાંત સિંહ રાજપૂતનો મુંબઈના પવન હંસ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, અભિનેત્રી કંગના રનૌતે સુશાંતના મોત અંગે ઘણા સવાલો ઉભા કર્યા હતા. તેમણે તેની પાછળ ષડયંત્ર થવાની શંકા જણાવી. તેમણે કહ્યું હતું કે સુશાંત સિંહ માનસિક રીતે મજબુત હતા, તે આત્મહત્યા કરી શકતા નથી. દરમિયાન સુશાંતના બનેવી ઓ.પી. સિંહે આ સમગ્ર મામલાની ઊંડી તપાસ કરવાની માગ કરી હતી.

 

16 જૂન 2020– ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ સુશાંત સિંહ રાજપૂતની મોત પાછળ ઊંડા ષડયંત્રની શંકા વ્યક્ત કરી હતી અને આ મામલે ઉચ્ચ-સ્તરની તપાસની માગ કરી હતી.

 

18 જૂન 2020– સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું. આ પહેલા રિયાએ સુશાંતને લગતી બધી સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દિધી હતી.

 

19 જૂન 2020 – સુશાંત સિંહ રાજપૂતનાં મોતને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચા ચાલતી હતી. આ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો મુદ્દો પણ જોર પકડતો દેખાયો. ફિલ્મ નિર્માતા કરણ જોહર, સલમાન ખાન અને એકતા કપૂરને પણ સુશાંતના ચાહકોએ નિશાન બનાવ્યા હતા. આ અંગે દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો પણ જોવા મળ્યા હતા.

 

24 જૂન 2020– સુશાંતસિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર થયો. આમાં મૃતદેહ પર કોઈપણ પ્રકારનાં સ્ટ્રગલ માર્ક્સ કે બાહ્ય ઈજાનાં નિશાન મળ્યાં નથી.

 

25 જૂન 2020– ભાજપના સાંસદ રૂપા ગાંગુલીએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી હતી.

 

4 જુલાઈ 2020– સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહે સુશાંતના મોત પાછળનાં કારણો જાણવા આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી હતી.

 

6 જુલાઈ 2020– મુંબઈ પોલીસે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાળીનું નિવેદન નોંધ્યું.

 

14 જુલાઈ 2020– અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંતના નિધન બાદ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની સ્થિતિ વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે તમે દરેક વસ્તું ખુલ્લા દિલની સાથે સ્વીકાર્યું. પણ હવે તમે મને બતાવ્યું કે આપણો પ્રેમ અનંત હતો.

 

16 જુલાઈ 2020– રિયા ચક્રવર્તીએ દેશનાં ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી સુશાંત કેસની સીબીઆઈ તપાસની માગ કરી.

 

24 જુલાઈ 2020– સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ. પ્રેક્ષકોને આ ફિલ્મ ઘણી ગમી.

 

29 જુલાઈ 2020– સુશાંતના પિતા કે.કે. સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં 6 લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ નોંધાવ્યો હતો.

 

29 જુલાઈ 2020– કેસને મુંબઇમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી માગને લઈને રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.

 

29 જુલાઈ 2020– બિહાર પોલીસ તપાસ માટે મુંબઇ પહોંચી હતી, પરંતુ અધિકારક્ષેત્રને લઈને બંને રાજ્યોની પોલીસ વચ્ચે મતભેદો અને તણાવ જોવા મળ્યા હતા.

 

30 જુલાઈ 2020– પ્રવર્તન નિદેશાલય બિહાર પોલીસ પાસેથી સુશાંત કેસ સંબંધિત તથ્યો એકઠા કર્યા અને આ કેસમાં તપાસ શરૂ કરી.

 

5 ઓગસ્ટ 2020– કેન્દ્ર સરકારે સુશાંત સિંહ રાજપૂતનાં મોતના કેસની સીબીઆઈ તપાસની ભલામણ કરી.

 

10 ઓગસ્ટ 2020– રિયા ચક્રવર્તીએ સુશાંત કેસમાં મીડિયા ટ્રાયલનો વિરોધ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. રિયાએ કહ્યું કે મીડિયા તેમને કોર્ટના નિર્ણય પહેલા જ અપરાધી ઠહરાવી રહી છે.

 

19 ઓગસ્ટ 2020 – સુપ્રીમ કોર્ટે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો. સીબીઆઈએ આ કેસની તમામ વિગતો એકઠી કર્યા પછી આ કેસને ટેકઓવર કરી લીધો.

 

26 ઓગસ્ટ 2020– એનસીબીએ ઈડીના કહેવા પર રિયા ચક્રવર્તી વિરુદ્ધ ડ્રગ્સ એંગલ સંબંધિત કેસ નોંધ્યો અને આ કેસમાં તપાસ શરૂ થઈ.

 

27 ઓગસ્ટ 2020– સુશાંતના પિતાએ કહ્યું કે રિયા ચક્રવર્તીએ તેના પુત્ર સુશાંતની હત્યા કરી છે.

 

28 ઓગસ્ટ 2020– રિયા ચક્રવર્તી સીબીઆઈ સમક્ષ હાજર થઈ. અનેક કલાકો સુધી સતત સીબીઆઈ દ્વારા રિયાની પૂછપરછ કરવામાં આવી હતી.

 

4 સપ્ટેમ્બર 2020– એનસીબીએ ડ્રગ એંગલને લઈને રિયા અને તેના ભાઈ શૌવિકની ધરપકડ કરી. સાથે સુશાંતના હાઉસ મેનેજર સેમુઅલ મિરાન્ડાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

 

23 સપ્ટેમ્બર 2020 – એનસીબીએ ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની સાથે રકુલપ્રીત સિંહને ડ્રગ એંગલ સંબંધિત પૂછપરછ માટે બોલાવ્યા.

 

5 ઓક્ટોબર 2020– એઈમ્સ દિલ્હીના મેડિકલ બોર્ડ દ્વારા સુશાંતના મોતનાં કારણ અંગે સીબીઆઈને તપાસ રિપોર્ટ સુપરત કર્યો. અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અભિનેતાએ આત્મહત્યા કરી છે.

 

8 ઓક્ટોબર 2020– રિયા ચક્રવર્તી 4 અઠવાડિયા ભાયખલા જેલમાં રહ્યા બાદ જામીન પર બહાર આવી.

 

9 નવેમ્બર 2020 – એનસીબીએ ડ્રગ એંગલમાં અભિનેતા અર્જુન રામપાલના બાંદ્રા સ્થિત નિવાસ સ્થાન પર દરોડા પાડ્યા.

 

28 મે 2021– સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીને એનસીબીએ ડ્રગ એંગલમાં ગિરફ્તાર કર્યો.

 

સુશાંત કેસમાં સીબીઆઈને હજી પણ ચાર્જશીટ ફાઇલ કરવી છે.

Author : Gujaratenews