Surat : રેલવે ટ્રેકની નજીક રહેતા 9 હજાર પરિવારોને રેલવેનું અલ્ટીમેટમ, જગ્યા ખાલી કરવા આપી નોટિસ

23-Aug-2021

ઉધના સુરત વચ્ચે રેલવેની જગ્યા પર વસવાટ કરી રહેલા પરિવારોને રેલવે દ્વારા તેમના ઘર પર નોટિસ ચોટાડવામાં આવી છે. 24 કલાકમાં જગ્યા ખાલી કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેના કારણે અહીં રહેતા લોકોમાં રેલ્વે તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો રેલવે વિભાગને પ્રશ્ન પૂછી રહ્યા છે કે ટુંકી મુદતની નોટીસમાં તેઓ જાય તો ક્યાં જાય ?

વરસાદની સીઝનમાં 24 કલાકમાં તેઓ ઘર છોડીને ક્યાં જઈ શકે છે. નોંધનીય છે કે ઉધના સુરત વચ્ચે થર્ડ રેલવે લાઇનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ ટ્રેકના કિનારે રહેતા લોકોના કારણે આ યોજના છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચડી છે. અને રેલવે લાઈન બનાવવાનું કામ અટકેલું છે.

Author : Gujaratenews