શું આખુ વિપક્ષ જેલમાં જશે, સુરત આપના ત્રણ કોર્પોરેટરની ઓફિસેથી ધરપકડ

28-Jun-2021

સામાન્ય સભા પહેલાં આપ પાર્ટીની સુરતની કોર્પોરેટર પાયલ સાકરીયા તેની ઓફીસથી ઉપરાંત અન્ય 3 ની પણ ધરપકડ કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસે લઈ જવામાં આવ્યા છે.આ પ્રકરણમાં પોલીસે આપ ના બે કોર્પોરેટર (વોર્ડ નંબર 4ના ધમેન્દ્ર વાવલીયા અને 5ના એ.કે. ધામીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે કોર્પોરેટર પાયલ સાકરીયાની તેની ઓફીસથી પોલીસ દ્વારા અટકાયત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા છે. જો આપના તમામ કોર્પોરેટરની ધરપકડ કરાય તો સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.

સુરત પાલિકાની ( smc) શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ( election) આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી ( cross voting) હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ ( rioting) , સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.પાલિકાની શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આપના કોર્પોરેટરોનું આ આયોજનબદ્ધ કાવતરું હતું. ઉમેદવાર હારી જતાં યેનકેન પ્રકારે ચૂંટણી રદ કરાવવા હુલ્લડ કર્યું હતું.

 

 

Payal Sakariya | Aam Aadmi Party Surat | Aam Aadmi Party Gujarat | BJP Surat Mahanagar | #SuratNews | #Surat | #gujaratenews

Author : Gujaratenews