ગંગામાં તરતી જોવા મળી 40-45 લાશ, તણાઈ આવેલા શબ યુપીના હોવાનો દાવો

10-May-2021

પટના : બિહારના બક્સર જિલ્લામાં ગંગા નદીમાં તરતી ઘણી લાશો જોવા મળતા હડકંપ મચી ગયો છે. આ લાશો ફુલેલી અને સડેલી છે. આ ભયાનક નજારો ભારતમાં કોવિડ સંકટ કેટલું ખતરનાક તે બતાવવા માટે પુરતું છે. બિહાર અને ઉત્તર પ્રદેશને અડીને આવેસા ચૌસા શહેરના ગંગા તટ પર લગભગ ઘણ બધી લાશો જોવા મળી હતી.

સવારમાં લોકોને ગંગા તટ પર ખતરનાક અને ડરાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. સ્થાનિક પ્રશાસનનું માનવું છે કે આ લાશો ઉત્તર પ્રદેશથી પાણીના પ્રવાહમાં વહીને આવી છે. આ લાશો કોરોના દર્દીઓની છે. પ્રશાસનનો અંદાજ છે કે પરિવારજનોને આ લાશ દફન કરવા માટે કોઇ સ્થાન મળ્યું નહીં હોય તો તેમણે ગંગામાં પધરાવી દીધા હશે.

Author : Gujaratenews