Sputnik V વેક્સિન કોરોના સામેની લડાઈમાં હવે ભારત પાસે ત્રીજું હથિયાર, આવતા અઠવાડિયેથી મળશે Sputnik V વેક્સિન

13-May-2021

 એક સારા સમાચાર સામે આવ્યા છે.  હાલમાં ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઇન્સ્ટીટયુટની કોવીશીલ્ડ આ બે રસી ઉપલબ્ધ છે. કોરોના સામેની લડાઈમાં હવે ભારત પાસે હવે ત્રીજું હથિયાર આવવાનું છે. ભારતમાં આવતા અઠવાડિયેથી કોરોનાની ત્રીજી વેક્સિન Sputnik V મળશે.

 

આવતા અઠવાડિયેથી મળશે Sputnik V

ભારતમાં આવતા અઠવાડિયેથી રશિયન વેક્સિન Sputnik V ઉપલબ્ધ થશે. આ વાતની સત્તાવાર જાહેરાત કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે કરી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલી પત્રકાર પરિષદમાં મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ, ડો.બલરામ ભાર્ગવ ICMR અને નીતિ આયોગ સભ્ય ડો.વી.કે. પૌલે હાજર રહ્યા હતા.ડો. વી.કે.પૌલે જણાવ્યું હતું કે રશિયન COVID-19 રસી સ્પુટનિક-વી ભારત આવી રહી છે અને તેનું વેચાણ આગામી અઠવાડિયાથી શરૂ થશે. આગામી પાંચ મહિનામાં ભારતમાં સ્પુટનિક-વીના 2 અબજ ડોઝ મળશે. દેશી અને વિદેશી બંને રસીથી ભારતમાં રસીકરણ અભિયાનને વેગ મળશે. ભારતમાં ઓક્ટોબર સુધીમાં સ્પુટનિક-વીનું ઉત્પાદન થવાનું શરૂ થઈ જશે.

Author : Gujaratenews