સૂર્યગ્રહણ: બ્રિટનમાં વાદળોનું ગ્રહણ,વિશ્વમાં અનેક સ્થળે અદભૂત નજારાઓ સર્જાયા

11-Jun-2021

બુધવારે સર્જાયેલું આંશિક સૂર્યગ્રહણ પશ્ચિમી દેશોમાં દેખાયું હતું. જો કે બ્રિટનમાં ગાઢ વાદળો છવાયેલા હોવાથી સૂર્યગ્રહણ દેખાયું ન હતું અને લોકોએ જાત જાતની રમૂજે કરી હતી. કોઇએ ટ્વીટર પર આકાશમાંના વાદળોની તસવીર મૂકીને કહ્યું હતું કે આ છે યુકેનું સૂર્યગ્રહણ! જો કે અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોમાં આ સૂર્યગ્રહણના અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. વોશિંગ્ટનમાં કેપિટોલ હિલની પશ્ચાદભૂમાં અર્ધચંદ્રાકાર સૂર્ય ભવ્ય લાગતો હતો. સ્કોટલેન્ડમાં સૂર્ય ૩૦ ટકા અને સાઉથ ઈંગ્લેન્ડમાં ૨૦ ટકા અવરોધાયો હતો. અમેરિકાના પૂર્વીય રાજ્યોમાં તો તે ૭૦ ટકા જેટલો અવરોધાઇ ગયો હતો. ભારત સહિતના એશિયન દેશોમાં આ સૂર્ય ગ્રહણ દેખાયું હતું.

Author : Gujaratenews