પ્રતિકાત્મક તસવીર
રિપોર્ટ : વિક્રમસિંહ ચુડાસમા (જેતપુર)
જેતપુર નવાગઢ નગર પાલીકા દ્વારા શહેરની જનતા ને ભુગર્ભ ગટર ટેક્સ ના રૂ!. 1000/- અને કનેક્શન ચાર્જના રૂ!. 1200/- ની રકમના કમ્મરતોડ બીલ આપતા અનેક સંગઠનો તેનો વિરોધ કરી રહ્યુ છે. આજે આમ આદમી પાર્ટી જેતપુર શહેરના હોદેદારો જેમા શહેર પ્રમુખ ડો. ભાવેશ પટેલ તથા પાલીકાના અપક્ષ સદસ્યા મનિષાબેન પટોળીયા , જતીંભાઇ દેંગડા તથા અન્ય કાર્યકર્તા તેમજ જેઓ જેતપુર શહેરમા ભારતિય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપરથી ત્રીસ- ત્રીસ વર્ષથી પાલીકામા ચુંટાતા આવ્યા છે તેવા હાલના સદસ્ય અને ભાજપામા સંગઠનના યુવા મોરચાના એક સમયના પ્રમુખ પ્રમોદભાઇ ત્રાડા જે થોડા દિવસો પહેલાજ ભાજપને અલવીદા કરી આ.પ. મા જોડાયેલા છે. તે સહીતનાઓએ પાલીકાના ચિફ ઓફિસરને એક આવેદન પત્ર આપી આ બીલની રકમનો વિરોધ કર્યો હતો. આપના શહેર પ્રમુખએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમા લોકો રોજગારી વગરના થઇ ગયા છે. સાડીના ઘણા કારખાના બંધ હોવાને કારણે તેની સાથે જોડાયેલ વ્યવસાયોમા પણ ભયંકર મંદીનો માહોલ ચાલી રહ્યો છે. પાલીકામા સતાધારી પાર્ટી ભાજપાના હોદેદારોએ લોકોની પરીસ્થિતી સમજવી જોઇએ. ભયંકર મંદીના ભરડામા સપડાયેલ પ્રજા હજુ કોરોનાની ત્રીજી લહેરના ભયના ઓથારની કલ્પનાથી થરથરી રહી છે, ત્યારે પાલીકાના ભાજપાના સતાધિસો જાણે કે પ્રજાની મજાક ઉડાવતા હોય તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયેલ જોવા મળી રહ્યુ છે. શહેરમા ભાજપા પાર્ટીના એક સમયના સિનિયર નેતા અને ચાલુ ટર્મમા કમળના સિમ્બોલ સાથે સુધરાઇ સભ્ય તરીકે ચુંટાઇ આવેલ પ્રમોદભાઇને ભાજપા છોડી આપમા જોડાવા અંગે પૂછતા તેઓએ જણાવેલ કે " હાલની જે ભાજપા છે તે અટલ બીહારી બાજપાઇ અને અડવાણીની વિચારધારાની રહી નથી. અત્યારે તેમા સરમુખત્યારશાહી ચાલે છે. ભુતકાળમા પાર્ટીમા સ્થાનિક લેવલે નિર્ણય લેવામા આવતા હતા. પાર્ટીના શહેર પ્રમુખની વરણી કાર્યકરોની સેંસ ( અભિપ્રાય) લઇને કરવામા આવતી હતી. હવે કાર્યકરની કામગીરીને ધ્યાને લઇને હોદા આપવામા આવતા નથી. હવે એવુ જોવામા આવે છેકે વિજયભાઇ રૂપાણીની નજીક કોણ છે ? .. તેવુ જોઇને હોદા આપવામા આવે છે. પાર્ટીમા અમુક લોકો તેનુ મન પડે તે રીતે જ વહીવટ ચલાવે છે, મૂળ ભારતિય જનતા પાર્ટીનુ અસ્તિત્વજ રહ્યુ નથી " તેઓએ હવે પછીની ગતિવિધી અંગે જણાવ્યુ હતુ કે ચેમ્બર ઓફ કોમર્સ, શહેરના અન્ય વેપારી એશોશિએશનો અને જેમણે આ ટેક્સ - ચાર્જ સામે જનજાગ્રુતીની મુહીમ ચલાવી છે તેવા બીન રાજકિય સંગઠન શહેર વિકાસ સમિતીનો અભિપ્રાય લઇ પ્રત્યક્ષ કે પ્રરોક્ષ સહકાર મેળવી શહેર બંધનુ એલાન આપી વિરોધ કરવામા આવશે. તેઓએ જણાવ્યુ હતુ કે કચરાના કોંટાક્ટટમા સેનીટેશન વિભાગમા વ્યાપક ભ્રસ્ટાચાર ચાલે છે. આ બન્ને કોંટ્રાક્ટમા તમામ એકવીસ વાહનો નગર પાલીકાની માલીકીના છે જે કોંટ્રાક્ટરને ભાડે આપેલા છે, પાલીકાના સતાધિસો કહે છેકે અમને ડ્રાઇવર મળતા નથી જ્યારે અન્ય શહેરમાથી આવેલ કોંટ્રાક્ટરને શહેરમાથી ડ્રાઇવર મળી જાય છે આ પાલીકાનુ કચરા ઉપાડવાનુ મોટામા મોટુ કૌભાંડ છે." આ.પ.ના શહેર પ્રમુખે શહેરની જનતાને હાલ ટેક્સ ભરવામા ઉતાવળા ન કરે તેવી અપીલ કરી હતી અને આમ આદમી પાર્ટી પ્રજાની સાથે છે તેવી બાહેંધરી આપી હતી. ટેક્સ- ચાર્જની તોતીંગ રકમ સામે સમગ્ર શહેરમાથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પાલીકામા સતા સમ્ભાળી રહેલ ભાજપાના પ્રમુખ અને હોદેદારો સામે લોકો આરપારની લડાઇ ના જાણેકે મંડાણ કરી ચુક્યા હોય તેવો માહોલ શહેરમા ચાલી રહ્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024