ભારતમાં કોરોનાવાયરસનો કહેર છે. આ ઘાતક વાઇરસના કારણે હૉસ્પિટલમાં બેડ્સ,ઓક્સિજનનું સંક્ટ છે. જો કે કેન્દ્રથી લઇ રાજ્ય સરકાર કોવિડ પર કાબૂ મેળવવા માટે દરેક સંભવ કોશિશ કરી રહી છે. આ વચ્ચે શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શનમાં તેમના આર્ટ ઓફ લિવિંગ સંગઠને એક અનોખી પહેલ શરુ કરી છે. આ પહેલનું નામ તેમણે ‘મિશન જિંદગી’ રાખ્યુ છે. જેનો ઉદેશ્ય કોરોના પીડિતોને મદદ પહોંચાડવાનો છે.
ધ આર્ટ ઓફ લિવિંગ સંગઠનની આ પહેલ માટે ફિલ્મ,ટીવીના કલાકાર સહિત અનેક લોકો હાથ મિલાવી રહ્યા છે. શ્રી શ્રી રવિશંકરે ગુરુવારે ગ્લોબલ મેડિટેશન અને શાંતિ માટે મંત્રોચ્ચાર કર્યા તે બાદ મિશન જિંદગી પહેલની ઘોષણા કરી. જો કે 13 મેએ શ્રી શ્રી રવિશંકરનો 65મો જન્મદિવસ હતો. આ અવસર પર વર્ચ્યુઅલ રુપથી લગભગ 4.5 લાખ લોકો એક સાથે સામેલ થયા. શ્રી શ્રી રવિશંકરે સ્વયંસેવકો અને શિક્ષકોને સંબોધિત કરતા મહામારીના પ્રભાવનો સામનો કરવા માટે પ્રતિદિવસ ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024