અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ 'શેરની' રિલીઝ: આ અઠવાડિયે એકથી એક ચડિયાતી પાંચ નવી વેબ સીરીઝ નિહાળવા તૈયાર રહો

17-Jun-2021

હજુ તમે ફેમિલી મેનના કૈફમાંથી બહાર નહીં આવ્યા હોવ. પરંતુ આ અઠવાડીએ પણ ધમાકેદાર વેબ સિરીઝ તમારું મનોરંજન કરવા માટે આવી રહી છે. વિદ્યા બાલનની શાનદાર ફિલ્મ ‘શેરની’ની વાત કરીએ શુક્રવારે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં વિદ્યા વન અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

આજકાલ OTT નું ચલણ ખુબ વધી ગયું છે. જૂન મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં OTT પર તમારું મનોરંજન કરવા માટે જોરદાર વેબ સિરીઝ અને ફિલ્મ આવી રહી છે. 

ફીલ્મ શુક્રવાર એટલે કે 18 જૂનના રોજ રિલીઝ થશે. એમેઝોન પ્રાઈમ વિડીયો (Amazon Prime Video) પર આ ફિલ્મ આવશે. જેમાં વિજય રાજ, નીરજ કાબી, શરત સક્સેના, બૃજેન્દ્ર કલા, ઈલા અરુણ અને ગોપાલ દત્ત જોવા મળશે.

 

ચાલો જોઈએ લીસ્ટ.

ફાધરહુડ (Fatherhood)

ફાધરહુડ એક અંગ્રેજી ફિલ્મ છે જેમાં આપણે કેવિન હાર્ટને જોઈશું. 109 મિનિટની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 18 જૂને રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પિતા અને પુત્રીના સંબંધો પર બનાવવામાં આવી છે. ફાધર્સ ડે પણ નજીક છે, જેના કારણે હવે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

 

ઓફિશિયલ સિક્રેટ (Official Secrets)

ફિલ્મ ઓફિશિયલ સિક્રેટ 2019 માં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના ડાયરેક્ટર ગેવિન હૂડ છે. આ એક એવી વાર્તા પર આધારીત આ ફિલ્મ છે, જેમાં એક જાસૂસ યુદ્ધ અટકાવવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ ફરી OTT પર જોવા મળશે.

જગમે તંદીરામ’ (Jagame Thandhiram)

આ લીસ્ટમાં જગમે તંદીરામનું નામ પણ સામેલ છે. આ ફિલ્મનું પહેલું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે અને ધૂમ પણ મચાવી રહ્યું છે. આ ફિલ્મ તમિલ ભાષામાં રિલીઝ થશે. પરંતુ હંમેશના જેમ તમે સબટાઈટલની મદદથી આ ફિલ્મ જોઈ શકો છો. ફિલ્મના ટ્રેલરને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

ઇન ધ નેમ ઓફ ગોડ (In The Name Of God)

ઇન ધ નેમ ઓફ ગોડ (In The Name Of God) પ્રિયદર્શિનીની આગામી વેબ સિરીઝ છે જે અહા વિડીયો પ્લેટફોર્મ સાથે મળીને બનાવવામાં આવી છે. આ વેબ સિરીઝ પણ હિન્દીમાં નહીં હોય, આ સિરીઝ તેલુગુ ભાષામાં હશે. “ઈન ધ નેમ ઓફ ગોડ” એક એક્શન ક્રાઇમ થ્રિલર સિરીઝ હશે. જે 18 જૂન 2021 ના ​​રોજ OTT પ્લેટફોર્મ ‘અહા’ પર પણ રિલીઝ થશે.

 

Author : Gujaratenews