શેર બહાદુર દેઉબા બન્યા નેપાળના નવા વડા પ્રધાન, પાંચમી વખત PM તરીકે લીધા શપથ

19-Jul-2021

નેપાળના કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા(Share Bahadur Deuba) સત્તાવાર રીતે નેપાળના નવા વડા પ્રધાન બન્યા છે. રવિવારે મળેલી પ્રતિનિધિની બેઠકમાં વિશ્વાસ મત મેળવીને 165 મતથી વિજેતા જાહેર થયા હતા. સુપ્રીમ કોર્ટના (Supreme Court)આદેશ બાદ 13 જુલાઈએ દેઉબા દેશના વડા પ્રધાનપદે નિમવામાં આવ્યા હતા.મહત્વનું છે કે,21મે ના રોજ વિસર્જન કરાયેલી પ્રતિનિધિ સભાને કોર્ટ દ્વારા પુન: સ્થાપિત કરવામાં આવી હતી.

આ મતદાન પ્રક્રિયામાં લગભગ બાર જેટલા સાંસદોએ (Member of legislative)ગૃહ છોડવાનું નક્કી કર્યું હતું અને માધવકુમાર નેપાળ સહિતના બાકીના 22 સાંસદોએ દેઉબાને પોતાનો વિશ્વાસ મત આપીને જીત મેળવવામાં મદદ કરી હતી. જ્યારે,ઓલી જૂથના 8 સાંસદોએ પણ દેઉબાની તરફેણમાં મતદાન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષના આશરે 30 સાંસદોએ દેઉબાની વિરુધ્ધ મત આપવા પાર્ટી દ્વારા વ્હિપને(Whip) ઠપકો પણ આપવામાં આવ્યો હતો.જ્યારે યુએમએલ પક્ષનાં વરિષ્ઠ નેતા ભીમ રાવલે આજે ગૃહનું સત્ર શરૂ થતાં પહેલાં જ રાજીનામું આપવાની ઘોષણા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતનાં વડાપ્રધાન PM મોદીએ, શેર બહાદુર દેઉબાને નેપાળના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન આપ્યા હતા.

કાઠમાંડુમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ(Vidhya Devi Bhandari), શેર બહાદુર દેઉબાને વડાપ્રધાન પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પહેલા દેઉબા ચાર વખત નેપાળના વડાપ્રધાન બની ચુક્યા છે.સૌપ્રથમ વખત સપ્ટેમ્બર 1995માં નેપાળના PM બન્યા હતા.ત્યાર બાદ, બીજી વખત વર્ષ 2001માં અને છેલ્લે તેઓ જૂન 2017 થી ફેબ્રુઆરી 2018માં વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે. મહત્વનું છે કે, બંધારણીય જોગવાઈ હેઠળ વડા પ્રધાન(Prime Minister) તરીકેની નિમણૂકના 30 દિવસની અંદર દેઉબાએ ગૃહમાં વિશ્વાસનો મત મેળવવો પડ્યો હતો.

Author : Gujaratenews