SDB ઇ-ઓક્શનમાં તમામ ઓફીસનું એક જ ઝાટકે થયુ વેચાણ : પ્રતિ સ્કવેર ફીટ 30800 ની હાઈએસ્ટ કીંમત મળી !!
28-Jan-2022
રત માટે અત્યંત મહત્વકાંક્ષી ગણાતા સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટને ઝડપથી પુર્ણ કરવા કમિટી દ્વારા સધન પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આગામી ગણતરીના મહીનાઓમાં જ આ પ્રોજેકટને પુર્ણ કરી ઓફીસની નોંધણી કરનાર સભ્યોને સુપ્રત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કમિટી કોઇ પણ ભોગે સુરત ડાયમંડ બુર્સને ઝડપથી ધમધમતુ કરવા પ્રતિબધ્ધ છે.
સુરત ડાયમંડ બુર્સ દ્વારા બાકી રહેલી ઓફિસોનું ઇ-ઓક્શન યોજવામાં આવ્યુ હતુ. જેને અકલ્પનિય રીતે જંગી પ્રતિસાદ મળ્યો છે.SDB ઇ-ઓક્શનમાં વેચાણ માટે મુકવામાં આવેલી તમામ ઓફીસનું વેચાણ થઈ ચુક્યુ છે. આ ઓકશનમાં ઓફીસની કિંમતને લઈને લઈને એક પછી એક અનેક નવા કિર્તિમાન સ્થાપિત થયા છે.
અન્ય એક બીજી ઓફીસનું પ્રતિ સ્કવેર ફીટ 30800 ની હાઈએસ્ટ કીંમતે થયુ વેચાણ : SDB ચેરમેન વલ્લભભાઈ લાખાણી
ગત રોજ તારીખ 27 જાન્યુઆરીના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી એ ડાયમંડ ટાઈમ્સને માહીતી આપતા કહ્યુ હતુ કે SDBની એક ઓફીસનું પ્રતિ સ્ક્વેર ફૂટ રૂપિયા 25250ની વિક્રમ જનક કિંમતે વેચાણ થયુ છે. જેને નીતા ડાયમંડ કંપનીના માલિક હરેશભાઈ દ્વારા ખરીદ કરવામાં આવી હતી.
પરંતુ તારીખ 28 જાન્યુઆરીના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણીએ વધુ માહીતી આપતા કહ્યુ કે અન્ય એક બીજી ઓફીસનું 27500ની ઉંચી કિંમતે વેંચાણ થયુ છે. જેની GST સાથે પ્રતિ સ્કવેર ફીટ 30800ની હાઈ એસ્ટ કીંમત થાય છે.!!!
કમિટીએ કરેલી નિષ્ઠા પુર્વકની કામગીરીનું ઉમદા પરિણામ મળતા અમો અત્યંત આનંદીત છીએ : નિલેશ બોડકી
નિલેશ બોડકીએ કહ્યુ કે SDB ઇ-ઓક્શનમાં કુલ 30 ઓફીસ માટે ઇ-ઓક્શન રાખવામાં આવ્યુ હતુ. એ તમામ ઓફીસનું કમિટીની ધારણા કરતા અનેક ગણી ઉંચી કિંમતે વેચાણ થયુ છે. તેમણે ઉમેર્યુ કે SDB ઇ-ઓક્શનને મળેલા જંગી પ્રતિસાદ અને ઉંચી કિંમતથી સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ સહીત સમસ્ત કમિટીના ઉત્સાહમાં વધારો થયો છે.
સુરત ડાયમંડ બુર્સની ઓફીસની ઉંચી કીંમતથી એક વાતનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે સુરત ડાયમંડ બુર્સની અગત્યતા વધી રહી છે. સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યુ છે. અંતમા બોડકીએ કહ્યુ કે કમિટીએ કરેલી નિષ્ઠા પુર્વકની કામગીરીનું આ પ્રકારે ઉમદા પરિણામ મળતા અમો અત્યંત આનંદીત છીએ.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
18-Jan-2025