રાજ કીકાણી(મુંબઈ),
હીરાના વૈશ્વિક કારોબારના પેરેડાઈઝ તરીકે તેમજ રફ હીરાની ખરીદી માટે એક ફેવરીટ ડેસ્ટીનેશન તરીકે દુબઈ ઝડપથી ઉભરી રહ્યું છે.એટલુ જ નહી,પરંતુ વર્ષોથી હીરાના મુખ્ય મથકનું સ્થાન જમાવી ચુકેલા એન્ટવર્પને તે જબરી ટક્કર પણ આપી રહ્યુ છે.
તાજેતરમાં જ એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એરી એપસ્ટેઇને દાવો કરતા કહ્યુ કે વિશ્વની સમગ્ર સપ્લાઈ ચેઈનમાં ફરતો પોલિશ્ડ હીરાના કુલ જથ્થા પૈકી 50 ટકા પોલિશ્ડ હીરા અને 84 ટકા રફ હીરાનો જથ્થો વાયા એન્ટવર્પ થઈને વૈશ્વિક બજારમાં જાય છે.
બીજી તરફ એરી એપસ્ટેઇનના ઉપરોક્ત દાવા વચ્ચેવ દુબઈમાં હીરાના કારોબારની ગતિવિધી ખુબ તેજ બની છે.દુબઇ સરકારની ઓથોરિટીએ જાહેરાત કરી છે કે દુબઇ ડાયમંડ એક્સચેન્જ (DDE)માં આયોજીત રફ ટેન્ડરમાં માત્ર એક જ અઠવાડીયામાં આશ્ચર્યજનક રીતે કરોડો ડોલરના લાખો કેરેટ રફ હીરાનો કારોબાર થયો છે.
ઉલ્લેખનિય છે કે ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ અને કોઈન ઈન્ટરનેશનલ કંપની દ્વારા દુબઈમાં જાન્યુઆરીમાં રફ હીરાના અલગ-અલગ બે રફ ટેન્ડર યોજવામાં આવ્યા હતા. જેમા 110 મિલિયન અમેરીકી ડોલરના મુલ્યના 270,000 કેરેટ રફ હીરાના વેચાણ થયુ હતુ.
આ બંને ટેન્ડરમાં રફ હીરાની સરેરાશ વેચાણ કીંમત પ્રતિ કેરેટ 407 અમેરીકી ડોલર જેટલી રહી હોવા નો અંદાજ છે.આ રફ હીરાને ભારત સહીત વિશ્વની 200 થી અધિક હીરાની અગ્રણી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.દુબઇ સરકારની ઓથોરિટીએ ઉમેર્યુ કે રફ ટેન્ડરમાં દક્ષિણ આફ્રિકાની ખાણમાથી પ્રાપ્ત અત્યાર સુધીનો સૌથી મોટો રફ હીરા નો જથ્થો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025