વિશ્વની સૌથી વિચિત્ર દેખાતી કોબીજ અમેરિકા સહિતના કેટલાય દેશોમાં પ્રતિ કિલો ૨૦૦૦થી ૨,૨૦૦ના ભાવે વેચાય છે. તેના વિચિત્ર દેખાવવા પાછળનું કારણ છે તેની પિરામિડ જેવી આકૃતિવાળા તૂટેલા ફૂલ. વૈજ્ઞાનિકોએ હવે તેની પાછલનું કારણ શોધી શક્યા છે કે કોબિજનું ફૂલ આવું કેમ દેખાય છે. કોબિજના આ ફૂલને રોમેનોસ્કો કોલી ફલાવર કહેવાય છે. તેથી જ તેને રોમેનેસ્કો બ્રોકોલી પણ બોલાવવામાં આવે છે. વનસ્પતિ વિજ્ઞાનની ભાષામાં તેને ઐસિકા ઓલેરાસિયા કહેવાય છે. રોમેનેસ્કો કોલીફલાવર સિલેક્ટિવ બ્રીડિંગનું આગવું ઉદાહરણ છે. ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના સાયન્ટિસ્ટ ફ્રાંસ્વા પાર્સી અને તેમના સહયોગીઓએ શોધી કાઢ્યું છે કે રોમેનેસ્કો કોલીફ્લાવરના ફૂલ આટલા વિચિત્ર કેમ હોય છે. તેમને પોતાના અભ્યાસમાં ખબર પડી છે કે રોમેનેસ્ક કોલીફ્લાવરની વચ્ચે જે દાણાદાર ફૂલ જેવી આકૃતિઓ દેખાય છે તે ખરેખર ફૂલ બનવા ઇચ્છે છે પરંતુ ફૂલ બની શકતી નથી. આના લીધે તે કલીઓ જેવા બડ્સમાં રહી જાય છે. તેના લીધે કોબિજના ફૂલ આ પ્રકારના દેખાય છે. આ અવિકસિત ફૂલ ભેગા થઈ શૂટ્સ બને છે અને તે ફરીથી ફૂલ બનવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમા નિષ્ફળ જાય છે. આ પ્રક્રિયા એટલી વધારે વખત થાય છે કે એક સ્તર પર બીજું સ્તર અને બીજા પર ત્રીજું સ્તર બને છે અને આ રીતે તે પિરામિડ જેવો આકાર ધારણ કરે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024