એક સોચ ફાઉન્ડેશન દ્વારા સુરતથી બહેનો કાશ્મિર જઈને રક્ષાબંધનનાં દિવસે જવાનોને રાખડી બાંધી
23-Aug-2021
એક સોચ સુરતની સામાજીક સંસ્થા દ્વારા એક અનોખી પહેલ વિધવાઓ અને વિકલાંગ બાળકોએ દ્વારા બનાવેલી 7000 રાખડીઓ બાંધવાના "એક હાથ અનેક બંધન" પ્રોજેક્ટ હેઠળ વિધવાઓ અને અપંગ બાળકોને રોજગારી આપવાનો છે. આ કાર્યક્રમ દ્વારા સરહદ પર તૈનાત પોલીસ કર્મચારીઓ માટે રક્ષાસૂત્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓથી શરૂ થશે. સુરતથી આ બહેનોએ શ્રીનગર બોર્ડર આર્મી કેમ્પમાં જઈને ત્યાં ફૌજી જવાનોને રાખડી બાંધી હતી. પ્રેમ અને શાંતિ ફેલાવવાના સંદેશ સાથે કેમ્પમાં આ ઉત્સવ ઉજવાયો હતો. એક સોચના સ્થાપક રીતુ રાઠી, સ્વીટી શાહ અને ડો.મિત્સુ ચાવડાએ બહાદુર સૈનિકો અને જવાનોને રાખડી બાંધી હતી. ઉત્સાહ સાથે તમામ નાગરિકો વતી રાષ્ટ્રને આપવામાં આવેલી આ કાર્યક્રમ માટે અજય અજમેરા (અજમેરા ફેશન) અને ધનજીભાઇ રાખોલિયાનો મોટો સહયોગ મળ્યો. અને કાશ્મીર પ્રવાસ માટે મિત્સુ ચાવડાનો સહકાર પ્રાપ્ત થયો હતો, એક સોચ ફાઉન્ડેશન અવારનવાર આ રિતનાં સામાજીક કાર્યો કરી રહ્યું છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025