રાજ કુંદ્રા હોટ-હિટ એપમાંથી રોજના 6થી 8 લાખની કમાણી કરતો હતો, કુન્દ્રાના જીજાજી બક્ષી સામે લૂકઆઉટ નોટિસ
21-Jul-2021
બિઝનેસમેન રાજ કુંદ્રા
રાજ કુંદ્રાએ હૉટશોટ્સ બંધ થતાં પ્લાન બી તૈયાર રાખ્યો હતો
મુંબઈ : પોર્નોગ્રાફિક ફિલ્મ્સ કેસમાં ધરપકડ કરાયેલા બિઝનેસમેન અને બોલીવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ નિયમો ભંગ કરતાં તેની હૉટશોટ્સ ડિજિટલ એપ્લિકેશન બંધ કરી દેવાઇ હતી. જોકે તે ટેન્શનમાં નહોતો, કારણ તેણે પ્લાન બી તૈયાર રાખ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના પ્રોપટી સેલને વ્હૉટસઍપના ચેટ્સ હાથ લાગ્યા હોઇ તેમાં આ માહિતી સામે આવી છે. પોર્નોગ્રાફિક ફિલ્મો શૂટ કરીને તેને પ્રદર્શિત કરવાનો વ્યવસાય બંધ ન થાય અને તે આગળ ચાલતો રહે તે માટે રાજ કુંદ્રાએ પ્લાન બી તૈયાર રાખ્યો હતો. રાજ કુંદ્રાએ નિયમોનો ભંગ કરતાં ૧૮ નવેમ્બરે તેની ડિજિટલ એપ્લિકેશન બંધ કરી દેવાઇ હતી. વ્હૉટ્સઍપ ચેટ્સ પરથી જાણવા મળ્યું હતું કે કુંદ્રાએ પહેલેથી જ બી પ્લાન તૈયાર રાખ્યો હતો. બે-ત્રણ સપ્તાહમાં નવી ઍપ આઇઓએસ એન્ડ્રોઇડ પર લાઇવ થશે, એવો ચેટ્સમાં ઉલ્લેખ છે. ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે આ કેસમાં અગાઉ મૉડેલ અને અભિનેત્રી ગેહના વશિષ્ઠ તેમ જ ઉમેશ કામતની ધરપકડ કરી હતી. ઉમેશ કામત રાજ કુંદ્રાનો કર્મચારી હતો. ઉમેશ કામત હૉટશોટ્સ પર વીડિયો અપલોડ કરતો. એ સિવાય ગેહના પાસેથી આવતા વીડિયો ક્યાં અને કઇ રીતે શૅર કરવા તે ઉમેશ કામત નક્કી કરતો હતો.
સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરાયેલા બિઝનેસમેન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. આ દરમિયાન મુંબઈ પોલીસે આ કેસ અંગે ઘણાં જ મોટા ઘટસ્ફોટ કર્યા છે. મુંબઈ પોલીસે રાજ કુંદ્રા પોર્ન ફિલ્મમાંથી રોજની કેટલી કમાણી કરતો હતો તે વાત કહી હતી. રાજ એક દિવસમાં લાખોની કમાણી કરતો હતો.
મુંબઇ ક્રાઇમ બ્રાંચના મતે, લૉકડાઉનમાં કુંદ્રાના પોર્ન બિઝનેસમાં વધારો થયો હતો. જોઈન્ટ પોલીસ કમિશ્નર મિલિંદ ભા૨ેબે કહ્યું હતું, 'રાજ ભારતમાંથી આ વીડિયો હોટશોટ એપમાં અપલોડ કરી શકે તેમ નહોતો.
તેથી જ તે વિદેશી પ્લેટફોર્મ પર We ટ્રાન્સફરની મદદથી કન્ટેન્ટ પૂરું પાડતો હતો. તમામ કન્ટેન્ટ તેની ઓફિસમાં જ બનાવવામાં આવતું અને પછી લંડન બેઝ્ડ કંપની કેનરીન લિમિટેડને મોકલવામાં આવતું હતું. આ કંપની રાજના જીજાજી પ્રદીપ બક્ષીની છે. તેની સામે મુંબઈ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે, રાજે 18 મહિના પહેલાં જ પોર્ન બિઝનેસ શરૂ કર્યો હતો અને બહુ થોડા સમયમાં તે ઝડપથી આગળ નીકળી ગયો હતો. કુંદ્રા શરૂઆતમાં રોજના 2-3 લાખની કમાણી કરતો હતો. ત્યારબાદ તે રોજના 6–8 લાખની કમાણી કરતો થઈ ગયો હતો. નાણાકીય વ્યવહારો લાખોમાં થયા છે. નાણાકીય વ્યવહારોની તપાસ કરીને કુંદ્રા ચોક્કસ કેટલી રકમની કમાણી કરતો તેની તપાસ હજી ચાલુ છે. અત્યાર સુધી પોલીસે વિવિધ અકાઉન્ટ્સના 7.5 કરોડ રૂપિયા ફ્રીજ કર્યા છે. વિઆન ઇન્ડસ્ટ્રી તથા કેનરીન વચ્ચે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ ટ્રાન્ઝેક્શનની તપાસ હજી ચાલુ છે.
પોર્નમાંથી અઢળક કમાણી કરતાં રાજ કુંદ્રાનાં વિવિધ અકાઉન્ટ્સના 7.5 કરોડ પોલીસે ફ્રીઝ કર્યા, વિઆન ઇન્ડસ્ટ્રીઝ તથા કેનરીન પ્રોડક્શન હાઉસ વચ્ચે કરોડોનું ટ્રાન્ઝેક્શન
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, HotHit એપમાંથી લાખોની કમાણી થતી હતી. બેંક ડિટેલ્સ પરથી ખ્યાલ આવે છે કે HotHit કંપનીના અકાઉન્ટમાંથી આરોપીઓના અકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે આ કેસમાં રોવા ઉર્ફે યાસ્મીન ખાનની ધરપકડ કરી હતી. HotHitની જેમ જ HotShotsમાંથી કેટલી કમાણી થતી તેની તપાસ ચાલી રહી છે. ધરપકડ બાદ 20 જુલાઈના રોજ પોલીસે રાજને કોર્ટમાં રજૂ કર્યો હતો. અહીંયા કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. કુંદ્રાએ કોર્ટમાં એમ કહ્યું હતું કે તેણે આ કંપની 25 હજાર ડૉલરમાં વેચી દીધી હતી અને તેમાં તેની કોઈ જાતની પાર્ટનરશિપ નથી. જોકે, પોલીસે કહ્યું હતું કે જો રાજ કુંદ્રાએ કંપની વેચી દીધી હતી તો રાજ કેમ પ્રદીપ બક્ષી સાથે વ્હોટ્સએપ ગ્રુપમાં એક્ટિવ હતો અને શા માટે કંપનીની તમામ બાબતોમાં તે સામેલ રહેતો?
આરોપીઓના ખાતામાં ક્યારે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા?
22 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા, 25 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા, 26 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 10 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા 28 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 50 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા, 3 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 2 લાખ 5 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા, 10 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા, 13 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 2 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા, 20 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા, 23 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 95 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા, 3 ફેબ્રુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 2 લાખ 70 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા.
કુંદ્રાએ તપાસને ગેરમાર્ગે દોરવા ઍપ વેચી હતી
મુંબઈઃ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોમવારે ધરપકડ કરાયેલા રાજ કુંદ્રાએ પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા માટે હૉટશોટ્સ ઍપ તેના સંબંધી પ્રદીપ બક્ષીની લંડન સ્થિત કેનરિન પ્રા. લિ.ને વેચી દીધી હતી. હૉટશોટ્સ ઍપ મારફત રાજ કુંદ્રા પોર્નોગ્રાફિક ફિલ્મ સ્ટ્રીમ કરતો હતો. ૨૦૧૯માં રાજ કુંદ્રાએ હૉટશોટ્સ ૨૫,૦૦૦ ડોલરમાં વેચી દીધી હતી. જોકે આ એપ્લિકેશન બાબતના ઘણાં કામો કુંદ્રા મારફત જ ચાલતા હતા. આ એપ્લિકેશનની નિર્મિતી માટે કુંદ્રાએ કરોડોનું રોકાણ પણ કર્યું હતું, એવું તપાસમાં જણાયું હતું. હૉટશોટ્સ ડિજિટલ માર્કેટિંગની જેને જવાબદારી સોંપવામાં આવી હતી તેણે લખ્યું છે કે જ્યાં સુધી નવી ઍપ આવતી નથી ત્યાં સુધી આપણે પોર્ન ફિલ્મ ડિએક્ટિવેટ કરીશું અને પ્લે સ્ટોરને ઍપ રીસ્ટોર કરવા વિનંતી કરીશું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024