સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ રિલીઝ થઈ ગઈ છે

13-May-2021

ફિલ્મ- રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ
સ્ટારકાસ્ટ – સલમાન ખાન, દિશા પટણી, જેકી શ્રોફ અને રણદીપ હૂડ્ડા
દિગ્દર્શક- પ્રભુ દેવા

સલમાન ખાનના ચાહકોની પ્રતીક્ષા હવે પૂરી થઈ ગઈ છે. ભાઈજાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ રિલીઝ થઈ ગઈ છે. ચાહકોને તેમની ઈદની ભેટ મળી છે. ભાઈજાને ચાહકો સાથે કરેલી કમિટમેન્ટને પૂર્ણ કરી છે. ફિલ્મમાં સલમાન ખાન પોલીસ બનીને ગુંડાઓને ધૂળ ચટાવતા જોવા મળી રહ્યા છે.

રાધેમાં સલમાન ખાનની સાથે દિશા પાટણી, જેકી શ્રોફ અને રણદીપ હૂડ્ડા મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. જો તમને ભાઈજાનની રાધે જોવામાં રુચિ છે, તો પહેલા વાચી લો આ રિવ્યું.

શું છે વાર્તા

રાધે વાર્તા મુંબઈની છે, જ્યાંના યુવકો નશામાં ડૂબી રહ્યા છે. આ શહેરને નશામાંથી બહાર કાઢવા માટે સસ્પેન્ડેડ પોલીસકર્મી રાધે એટલે કે સલમાન ખાનને બોલાવવામાં આવે છે. રાધે તેના મિશનને અલગ રીતે અંજામ દેવા માટે જાણીતો છે. તેમનું આ મિશન રાણા (રણદીપ હૂડ્ડા) ની વિરુદ્ધ છે જે આખા શહેરને કબજે કરવા માગે છે.

રિવ્યુ

ફિલ્મની વાર્તા મુંબઈ પર આધારિત છે, જેમાં સલમાન ખાનના એક્શન સિવાય બીજું કંઇ બતાવવામાં આવ્યું નથી. રાધે એક એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ છે જેમણે છેલ્લા 10 વર્ષમાં 97 એન્કાઉન્ટર કર્યા છે અને 23 વાર બદલી કરાઈ છે. શહેરને ડ્રગ માફિયાઓથી બચાવવા રાધે પરત ફર્યા છે. ગુંડાઓને મારવા અને તેમને પાઠ ભણાવા સાથે તેના બોસની બહેન દિયા (દિશા પાટણી) સાથે પ્રેમમાં પડે છે.

ફિલ્મમાં, ટિપિકલ બોલીવુડ સ્ટાઈલ એક્શન દેખાડવામાં આવ્યું છે. તેનું સંતુલન જાળવવા માટે, કેટલાક સંવાદો લાવવામાં આવ્યા છે જેની આ ફિલ્મથી અપેક્ષા કરવામાં આવી હતી, પરંતુ તે તમને કંટાળાજનક લાગશે પણ ફિલ્મમાં પુરો ટાઈમ ચાલતા એક્શન આને બચાવી લે છે અને ફિલ્મ જોવા લાયક રહે છે.

ફિલ્મમાં આ બધી બાબતો ઉપરાંત કેટલીક ખામીઓ પણ છે. એકશન પેક્ડ ફિલ્મમાં હિરોઇન દિશા પટણી. દિશા જ્યારે પણ સીન પર આવે છે ત્યારે તે એકદમ પરફેક્ટ અને ગ્લેમરસ લાગે છે, પરંતુ તેનો ટ્રેક ફિલ્મ સાથે કંઈ ખાસ મેળ ખાતો નથી.

એક્શન મુવી

સલમાન ખાનની એક્શન અને સંવાદો તેના ચાહકોનું દિલ જીતવા જઈ રહ્યા છે. તેમની દિશા પાટણી સાથેની કેમિસ્ટ્રી અને જેકી શ્રોફ સાથેની મસ્તી ખૂબ પસંદ નહીં આવે. રણદીપ હૂડ્ડુા વિશે વાત કરીએ તો, દર વખતેની જેમ, તેમણે પણ પોતાની અભિનયથી દરેકના દિલ જીતી લીધા છે. તેમના એક્શન અને બોલવાની શૈલી ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. ઈદના પ્રસંગે અને કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં સલમાન ખાનની આ ફિલ્મ લોકોનું મનોરંજન કરવાનું કામ કરી શકે છે. સલમાનના ચાહકો તેમના ઘરે પરિવાર સાથે બેસીને જોવાનું પસંદ કરશે. જો તમને એક્શન જોવું પસંદ હોય તો તમે ચોક્કસપણે આ ફિલ્મ જોઈ શકો છો.

Author : Gujaratenews