સુરતના પુણા-કુંભારિયા રોડ પર કમર સમા પાણી ભરાયા, કુંભારિયા પાણીમાં ગરકાઉ, રસ્તો બંધ થતાં 2 કિલોમીટરનો ટ્રાફિકજામ

19-Jul-2021

સુરતના પુણા-કુંભારિયામાં પાણી ભરાયાની લાઇવ તસવીર.

સુરતના ઉધનામાં રવિવારે પડેલા સાડા ચાર ઇંચ વરસાદને કારણે પુણા કુંભારિયા પાણીમાં ગરકાઉ થઇ ગયું છે. લોકોને એક બીજાના વિસ્તારમાં જવાનું બંધ થઈ ગયું છે.  સુરત(Surat) શહેરમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ છે. જેમાં હાલ મળતા સમાચાર મુજબ પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. તેમજ 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ(Traffice Jam)  થયો છે. તેમજ એક સાઇડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ ખાડી ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી આવ્યા છે. જેમાં ગઇકાલે સુરત શહેરમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ તેના પાણી હજુ સુધી ઓસર્યા નથી.

આ ઉપરાંત શહેરમાં ખાડી ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ગોડાદરા વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં છે. જેમાં પાણી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના માર્ગ ઉપર ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. જો કે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે.

સુરતમાં ઝોન વાઇઝ વરસાદના આંકડા

Date/Time Central Zone (mm) West Zone (mm) North Zone (mm) East Zone A(mm) East Zone B(mm) South Zone (mm) South West Zone (mm) South East Zone (mm)
19/07/2021    08:00 50.00 29.00 40.00 84.00 106.00 66.00 17.00 69.00
18/07/2021    20:00 87.00 62.00 60.00 28.00 25.00 30.00 46.00 56.00
18/07/2021    14:00 4.00 2.00 3.00 7.00 7.00 102.00 4.00 8.00
18/07/2021    08:00 0.00 0.00 0.00 0.00 0.00 26.00 10.00 24.00
Author : Gujaratenews