રાજકોટ: રાજકોટ શહરેના અયોધ્યાચોક પાસેના રાધાપાર્કમાં પિતાના ઘરે રહેતી કાજલ પોપટે (ઉ.વ.૩૨) મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ નિવેદિતાનગરમાં રહેતા કિસનકુમાર પોપટનું નામ આપ્યું હતું.
કાજલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ટંકારાના મિતાણા આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે નોકરી કરે છે, તેના લગ્ન અઢીવર્ષ પહેલા કિશન સાથે થયા હતા, કાજલબેન નોકરી પર જતા ત્યારે તેનો પતિ તેના ચારિત્ર પર શંકા કરી ગાળો ભાંડતો હતો, પિયરમાં કાજલબેનના નામનું મકાન હોય તે મકાન વેચી દેવા દબાણ કરતો હતો અને મકાન વેચવાની ના કહે તો મારકૂટ કરતો હતો. નર્સ કાજલબેનને પુત્રીનો જન્મ સિઝેરિયનથી થયો હતો ત્યારે પણ પતિએ મારમાર્યો હતો. પતિ અવારનવાર મારકૂટ કરતો, કાજલબેન પિયર પણ જતા રહેતા પરંતુ સાંસારિક જીવન ટકી રહે તે માટે ફરીથી સાસરે જતા રહેતા હતા.
ગત તા.૯ મેના કિશને ઝઘડો કરી ‘તું બીજા ભાયડા સાથે ફરે છે' તેમ કહી કમરપટ્ટેથી મારકૂટ કરી હતી અને ગુપ્તભાગે લાત મારી હતી, તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. કિસન મારકૂટ કરતો હતો ત્યારે જ કાજલબેનનો ભાઇ ત્યાં પહોંચતા બચાવીને તેને લઇ ગયો હતો. મહિલા પોલીસે કિશન સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
20-Aug-2024