ગર્ભાવસ્થાના કોઈપણ તબક્કામાં રસી મુકાવી શકાશે : સરકાર ગર્ભવતી મહિલાઓ કોરોનાની રસી લઈ શકશે : કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાઈ કોવિન એપ પર રજિસ્ટ્રેશન અથવા સીધા પહોંચીને રસી મુકાવી શકાશે
03-Jul-2021
ગર્ભવતી મહિલાઓને કોરોનાની રસી આપવા સંબંધમાં નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ચૂપ ઓફ ઇમ્યુનાઇઝેશનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આરોગ્ય મંત્રાલયની મંજૂરી બાદ હવે કોઇપણ ગર્ભવતી મહિલા કોવિન એપ પર વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા નજીકના વેક્સિનેશન સેન્ટર ખાતે પહોંચી રસી મુકાવી શકે છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગર્ભવતી મહિલા ગર્ભાવસ્થાના કોઇ પણ તબક્કામાં કોરોનાની રસી મુકાવી શકે છે. આ માટેની ઓપરેશનલ ગાઇ ડલાઇન જારી કરી લેવાઇ છે. જેમાં મેડિકલ અધિકારીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે કાઉન્સેલિંગ કિટ અને સામાન્ય લોકોને માહિતી આપતા આઇઇસી મટિરિયલનો સમાવેશ થાય છે. આઇસીએમઆરના સ્ટડી અનુસાર કોરોનાના સેકન્ડ વેવમાં ગર્ભવતી મહિલાઓ અને તાજેતરમાં બાળકને જન્મ આપનારી મહિલાઓ પર વધુ અસર થઇ છે. ગર્ભવતી મહિલામાં કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં સંક્રમણની ગંભીરતા અને મૃત્યુદર વધારે રહ્યાં હતાં.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025