ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

05-Aug-2021

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી ટીએમસીની જીત પછી રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર ચર્ચામાં છે. ચુંટણીમાં તેણે ટીએમસી માટે રણનીતિ બનાવી હતી. જણાવી દઈએ કે વર્ષ 2014માં થયેલી ચૂંટણીમાં બીજેપી પાર્ટી માટે કામ કર્યું હતું. આ ચૂંટણીમાં બીજેપીએ ઐતિહાસિક જીત નોંધાવી હતી. જે પછી નરેન્દ્રમોદી દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. એક ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રશાંત કિશોરે આ બાબતનો ખુલાસો કર્યો કે આખરે તેમણે નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ કેવી રીતે મળ્યું.

કુપોષણ પર લખેલા વિચારોથી પ્રભાવિત મોદીએ તેમને બોલાવ્યા

તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે તેમની મોદી સાથે મુલાકાત થઈ. તેઓ જ્યારે યુએનમાં નોકરી કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે કુપોષણ પર એક પેપર લખ્યું હતું. જે પછીથી તેમને ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયથી ફોન આવ્યો હતો.

મારા લખાણથી પ્રભાવિત થતાં સ્પીચ ટીમમાં શામેલ કર્યો

દક્ષિણ ભારતમાં પ્રસિદ્ધ તુગલક પેપરના એડિટર પીએમ મોદીની નજીક હતા.ચો રામાસ્વામીના નિમંત્રણ પર એપ્રિલ 2011માં પીએમ મોદી ગયા હતા. તેમની પાસે એક ક્વોલિફાઈડ લોકોની ટીમ હતી. જે તેમની સ્પીચ લખતી હતી. પીએમ મોદીના મનમાં એવું થયું કે કેમ આ સ્પીચ આખી અંગ્રેજીમાં લખાઈ રહી છે તો તેમા પ્રશાંત કિશોરને પણ બેસાડો. તો હું પણ બેઠો. મેં પણ લખ્યું જે તેમને ગમ્યું અને હું તેમની સ્પીચ લખનારી ટીમમાં શામેલ થઈ ગયો.

 

મારી ક્ષમતા જોઈને મને પસંદ કર્યો

યુએનમાં હતો ત્યારે મને દોઢ વર્ષ સુધી ફોન આવતા હતા. અહીં આવી જાઓ. ત્યારે મેં તેમને કહ્યું હું વાયા વાયા કામ નહીં કરું. હું સીધા તમારી સાથે કામ કરીશ. જ્યારે પત્રકારે તેમને પૂછ્યું કે ફક્ત તમારી સાથે જ મોદીજી ડાયરેક્ટ કામ કરવા કેવી રીતે રાજી થયા ? શું તમે કોઈ મંત્ર ફૂંક્યો હતો. ? આ બાબતે તેમણે કહ્યું કે હું ગુજરાતનો નથી, તેમની જ્ઞાતિનો નથી. ના તો સંઘ સાથે મારો કોઈ નાતો છે. મોટા ભાગના લોકોને પોતાનું કંઈક બેકગ્રાઉન્ડ હોય છે. જેથી લોકો તેમના પર વિશ્વાસ કરે. અને તમને સાંભળે. મોદીજીએ વિચાર્યું કે આ છોકરામાં કોઈ ક્ષમતા હશે, જેના કારણે તેમણે મને પસંદ કર્યો.

 

Author : Gujaratenews