મુંબઇઃ પોતાની બૉલ્ડનેસને લઇેન ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેએ તાજેતરમાં જ પોતાના પતિ સૈમ બૉમ્બે લઇને મોટો ખુલાસો કર્યો છે. પૂનમે બતાવ્યુ કે હવે તેના અને સૈમની વચ્ચે બધુ બરાબર થઇ ગયુ છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે હનીમૂન દરમિયાન પૂનમ પાંડેએ પોતાના પતિ પર છેડતીનો અને મારમારીનો આરોપ લગાવ્યો હતો, અને તેની વિરુદ્ધ ગોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
આ ઘટના બાદ એક્ટ્રેસે કેટલાય સોશ્યલ પ્લેટફોર્મ પરથી એ દાવો કર્યો હતો કે તે પોતાના લગ્ન તોડી દેશે.
વળી, હવે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ બતાવ્યુ કે, અમારી વચ્ચે બધુ સમાધાન થઇ ગયુ છે, મેં મારા લગ્ન બચાવી લીધા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024