ફ્યુલના ભાવ(Petrol diesel Price)માં થોડા – થોડા દિવસે થતો વધારો આમઆદમી માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આજે રાજધાનીમાં પેટ્રોલ 93 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે તો મુંબઇમાં તે લિટર દીઠ 100 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. આજે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 15થી 31 પૈસા વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં જ પેટ્રોલ – ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર સુધી મોંઘુ થઈ ગયું છે.
મે મહિનામાં પેટ્રોલના ભાવમાં 2.99 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3.22 રૂપિયા વધારો
ઇલેક્શન બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. મે મહિનામાં 12 દિવસમાં પેટ્રોલ પ્રતિ લિટર 2.99 રૂપિયા મોંઘુ થઈ ગયું છે અને ડીઝલની કિંમત આ સમયગાળા દરમિયાન રૂ. 3.22 નો વધી છે. સતત વધતા ભાવ મુશ્કેલીઓ સર્જી રહ્યા છે. ઉપરાંત ટ્રાન્સ્પોર્ટ પણ દિવસને દિવસે મોંઘુ થતું જાય છે.
City |
Petrol |
Diesel |
Delhi | 93.04 | 83.8 |
Kolkata | 93.11 | 86.64 |
Mumbai | 99.32 | 91.01 |
Chennai | 94.71 | 88.62 |
Ganganagar | 103.52 | 96.18 |
Ahmedabad | 90.36 | 90.51 |
Rajkot | 89.98 | 90.15 |
Surat | 90.59 | 90.76 |
Vadodara | 90.03 | 90.18 |
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024