બસ રાત્રે ૬૫૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી.
પેરુ: દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં એક જીવલેણ અકસ્માત સર્જાયો છે.મુસાફરોથી ભરેલી બસ રાત્રે ૬૫૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨૭ જેટલા લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. તો સાથે સાથે ૧૩ જેટલા લોકો ઘાયલ પણ થયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક અધિકારીઓ અને ખનન કંપનીના જણાવ્યા મુજબ આ બસમાં ખાણમાં કામ કરનારા મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા મુજબ લુકાનસ પ્રાંતમાં આ દુર્ઘટના સર્જાઈ હતી અને બસમાં મુસાફરી કરી રહેલા લોકો પહાડ પરથી નીચે પટકાયા હતા. દુર્ઘટનાના વિડીયો ફૂટેજમાં બસને પલટી ખાતા જોઈ શકાય છે, જેમાં બસની છત અને ખુરશીઓ ઉખડી ગઈ હતી.
પેરુના દક્ષિણી ભાગના રસ્તાઓને ઘણા જ ખતરનાક માનવામાં આવે છે. જે કંપનીમાં આ કર્મચારીઓ કામ કરતા હતા, તે લંડનની હોશચાઈલ્ડ માઇનિંગ કંપની છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું હતું કે અમે આ સમાચારથી ઘણા જ દુ:ખી છે, ભાંગી પડ્યા છીએ.
આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, અત્યારે મારી પ્રાથમિકતા પીડિત પરિવારોનો સાથ આપવાની છે. તેના માટે અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પોલીસનું કહેવું છે કે આ માર્ગ અકસ્માત કયા કારણે થયો તે હજુ જાણવા નથી મળ્યું. આ બસપાલાનકાટા ગોલ્ડ એન્ડ સિલ્વર માઇનથી એરેક્વિપા શહેર જઈ રહી હતી.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025