સંસદમાં વિપક્ષોનો હોબાળો, સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી

19-Jul-2021

કોરોના રોગચાળા વચ્ચે સંસદનું મોનસુન સત્ર આજથી શરૂ થઈ ગયું. આ પહેલા વડાપ્રધાન મોદીએ સર્વપક્ષિય બેઠક બોલાવી હતી. આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદનાં મોનસુન સત્ર પહેલા જનતાંત્રિક ગઠબંધનનાં નેતાઓની સંસદભવનમાં બેઠક થઈ હતી. સીપીઆઈનાં રાજ્યસભા સાંસદ બિનોય વિશ્વમને પેગાસસ સ્પાઈવેરનાં ખપલાસા પર નિયમ 267 હેઠળ સસ્પેન્શન ઓફ બિઝનેસની નોટીસ આપી હતી.

માનવામાં આવી રહ્યું હતું કે વિપક્ષ સંસદમાં વિવિધ પ્રશ્નોને લઈ હંગામો કરી શકે છે અને થયું પણ એમ જ વિપક્ષોનાં હંગામાનાં કારમે સંસંદને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી.રાજ્યસભાની પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 19 જુલાઈનાં રોજ સંસદની બેઠક બોલાવવામાં આવી છે કે જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ સંસદનું આ પ્રથમ સત્ર છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ શરૂ થયુ હતું

Author : Gujaratenews