આગ સવારે 10.45 વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી જ્યારે ટ્રેન મહારાષ્ટ્રના એક રેલવે સ્ટેશન પાસે હતી.
મુંબઈ: ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનની પેન્ટ્રી કારમાં શનિવારે આગ ફાટી નીકળી હતી જ્યારે તે મહારાષ્ટ્રના નંદુરબાર રેલ્વે સ્ટેશન નજીક હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ટ્રેન (12993) પુરી (ઓડિશા) જઈ રહી હતી ત્યારે સવારે 10.45 વાગ્યે આગ ફાટી નીકળી હતી.
"આગને કારણે, પેન્ટ્રી કારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા અને ટ્રેન ધીમી ગતિએ આગળ વધી રહી હતી ત્યારે તેમાંથી કેટલાક તો બહાર કૂદી પડ્યા હતા. ટ્રેનને ટૂંક સમયમાં જ અટકાવી દેવામાં આવી હતી," અધિકારીએ જણાવ્યું હતું.
સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને એલર્ટ કરવામાં આવી હતી અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે હજુ ચાલુ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024