પાકિસ્તાનથી ગેરકાયદે મંગાવેલ 112 ટન ખજૂરનો જથ્થો DRIએ સિઝ કર્યો, સુરત-હરિયાણાથી ૨ની અટકાયત

04-Jun-2021

પાકિસ્તાનથી ગેરકાયદે મંગાવેલ 112 ટન ખજૂરનો જથ્થો જપ્ત કરતુ DRI

પાકિસ્તાનથી ( pakistan ) ગેરકાયદે રીતે ભારતમાં લવાયેલ ખજૂરનો જથ્થો ડીઆરઆઈએ ( DRI ) જપ્ત કર્યો છે. પાકિસ્તાનથી 112 ટન ખજૂરનો જથ્થો ગેરકાયદે રીતે ભારત લવાયો હતો. જેની જાણ ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ ( DRI ) ને થતા તેેણે, 112 ટન ખજૂરનો જથ્થો જપ્ત કરીને, સુરતના વરાછા અને હરીયાણાના બે વ્યકિતની અટકાયત કરીને પાકિસ્તાનથી ભારત લાવનારની શોધ શરૂ કરી છે. વધુ એક કન્સાઈન્મેન્ટ ઉતરપ્રદેશમાં રખાયુ હોવાની માહિતી મળતા DRI ઉથરપ્રદેશમાં પણ દરોડા પાડ્યા છે.

Author : Gujaratenews