પેશાવર, પાકિસ્તાન:14 જુલાઇ - ઉત્તર પાકિસ્તાનના એક દૂરના વિસ્તારમાં બુધવારે એક બસને નિશાન બનાવતા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા છ ચાઇનીઝ એન્જિનિયર અને એક પાકિસ્તાની સૈનિક સહિત ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું સૂત્રોએ ન્યૂઝ એજન્સીઑને જણાવ્યું હતું. આ વિસ્ફોટ IED હતો. બ્લાસ્ટ પછી બસ એક ખાડામાં પડી ગઈ હતી અને ભારે નુકસાન થયું હતું. એક ચીની એન્જિનિયર અને એક સૈનિક લાપતા છે. બચાવ કામગીરી ચાલુ છે. એર એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને બચાવવા માટે સમગ્ર સરકારી મશીનરીને એકત્રીત કરવામાં આવી છે, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, છ ચીની નાગરિકો, અર્ધસૈનિક સૈનિક અને એક સ્થાનિક મળી માર્યા ગયા હતા. કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. બનાવ સમયે બસમાં 30 ચાઈનીઝ એન્જિનિયરો મુસાફરી કરી રહ્યા હતા.
Author : Gujaratenews
20-Aug-2024