ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની આશા જગાડનાર પી.વી. સિન્ધુ બેડમિન્ટન મેચ જીતી, ઇઝરાઇલની કે. પોલિકારપોવાને હાર આપી
25-Jul-2021
ભારતને સૌથી મોટી આશા ગોલ્ડ મેડલની આ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu)પાસેથી છે. ભારતની બેડમિંટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં જીત સાથે શરૂઆત કરી છે. તેમણે ઇઝરાઇલની કે. પોલિકારપોવાને હાર આપી હતી. સિંધુએ આ મેચ 28 મિનિટમાં જ જીતી લીધી હતી. તેણે પોલિકારપોવાને 21-7 અને 21-10થી હરાવી છે.બેડમિન્ટમાં મેડલ મેળવવા માટે સૌથી પ્રબળ દાવેદાર પીવી સિંધુ છે. રિયો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી સિંધુ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.રિયો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી સિંધુ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાં જનારી એકમાત્ર મહિલા શટલર છે. આ વખતે તેમની પાસેથી ઓલિમ્પિક ગોલ્ડની આશા છે.1995ની પાંચમી જુલાઈએ હૈદરાબાદમાં જન્મેલાં અને લગભગ છ ફૂટની ઊંચાઈ ધરાવતાં સિંધુ એક વખત ઑલિમ્પિક (Olympic)માં બૅડમિન્ટનનો સિલ્વર મેડલ જીતી ચૂકી છે.
વર્ષ 2017 અને 2018માં સિલ્વર તથા 2013 અને 2014માં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલ સિંધુએ પ્રથમ ગેમમાં સારી એવી શરૂઆત કરી અને 21-7 અને 21-10.ની લીડ હાંસલ કરી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024